ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં 16 વર્ષના કિશોરની છરીના ઘા મારી કરાઈ હત્યા - Murder of a teenager near Chunarwad Chowk

રાજકોટમાં ચુનારવાડ ચોક નજીક એક 16 વર્ષના કિશોરની હત્યા કરાઈ છે. પ્રાથમિક તપાસમાં 4થી 5 જેટલા અજાણ્યા ઈસમોએ કિશોરની છરીના ઘા મારીને હત્યા નિપજાવી છે. આ ઘટનાને લઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર બાબતે તપાસ શરૂ કરી હતી.

રાજકોટમાં 16 વર્ષના કિશોરની છરીના ઘા મારી કરાઈ હત્યા
રાજકોટમાં 16 વર્ષના કિશોરની છરીના ઘા મારી કરાઈ હત્યા

By

Published : Apr 14, 2021, 11:06 PM IST

  • ચુનારવાડ ચોક નજીક 16 વર્ષના કિશોરની હત્યા
  • 4થી 5 જેટલા અજાણ્યા ઈસમોએ કરી હત્યા
  • સામાન્ય બાબતમાં યુવકની હત્યા

રાજકોટઃ શહેરના ચુનારવાડ ચોક નજીક એક 16 વર્ષના કિશોરની હત્યા કરાઈ છે. પ્રાથમિક તપાસમાં 4થી 5 જેટલા અજાણ્યા ઈસમોએ કિશોરની છરીના ઘા મારીને હત્યા નિપજાવી છે. મૃતક કિશોરનું નામ આયુષ બારીયા હોવાનું સામે આવ્યું છે. આ યુવાનને મોબાઇલ બાબતે અન્ય યુવાનો સાથે ઝઘડો થયો હતો. જે બાબતે સમાધાન માટે યુવાનો એકઠા થતા આયુષ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ રાજકોટ ફરી રક્તરંજીત, યુવાને જાહેરમાં પત્ની અને તેના મામાની કરી હત્યા

મોબાઇલ બાબતે માથાકૂટ થતા કરાઈ હત્યા

પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે કે, આયુષ બારીયા નામના યુવકને બે દિવસ પહેલા મોબાઇલ બાબતે ડેવિલ સોલંકી સહિતના યુવાનો સાથે માથાકૂટ થઇ હતી. જે બાબતે સમાધાન માટે આ યુવાનો ભેગા થયા હતા, પરંતુ તે દરમિયાન આયુષ પર ચારથી પાંચ જેટલા ઈસમોએ છરી વડે હુમલો કર્યો હતો. જેને લઈને આયુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને વધુ સારવાર મળે તે દરમિયાન તેનું મોત થયું હતું. સમગ્ર મામલે રાજકોટની થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details