રાજકોટઃરવિવારે રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બોપરે ઝરમર ઝરમર વરસાદ થયો હતો. જેના કારણે રાજકોટના મુખ્ય રસ્તાઓ પર પાણી (Waterlogged in Rajkot Ring Road) ભરાઈ ગયા હતા. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ, કાલાવડ રોડ, રેસકોર્ષ રોડ, યાજ્ઞિક રોડ, જામનગર રોડ, શિતલ પાર્ક સહિતના વિસ્તારમાં વરસાદી (Rainfall in Rajkot) પાણી ફરી વળ્યા હતા. રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ (Monsoon Season in Saurashtra) સારો એવો વરસાદ થતા સર્વત્ર ટાઢકનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો એકાએક ગગડી (Temperature Fall down) જતા ભેજના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. રવિવારે રજા હોવાથી રાજકોટના લોકો વરસાદ આવતા શહેરમાં આંટો મારવા માટે નીકળ્યા હતા.
આ પણ વાંચોઃવલસાડમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ થયા બંધ, જાણો હાલની સ્થિતિ વિશે
પાણી ભરાયાઃરાજકોટ શહેરના માધાપર અને રામાપીર ચોકડી પાસે પાણી ભરાઈ જતા વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી ઊભી થઈ હતી. રાજકોટ શહેરમાં રવિવારે એક ઈંચ વરસાદ થયો હતો. રાજકોટ સિવાય લોધિકામાં મેધરાજાએ દમદાર હેત વરસાવતા ખીરસરા, મોટાવડા, દેવળા, વડ વાજડી, રાતૈયા, વાગુદડ, બાલસરા, મેટોડામાં વરસાદ થયો છે. જેના કારણે અનેક એવા ખેતર તળાવમાં ફેરવાયા છે. જોકે, ખેડૂતો આ વખતે કપાસ, મકાઈ, મગ જેવા પાકમાં મોટો ફાયદો થાય એવી આશા વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે જસદણ, આટકોટ, વીરનગર, પાંચવડા, જીવાપર સહિતના ગામે વરસાદ થતા વાતાવરણમાં ભીનાશ અનુભવાઈ રહી છે.