કચ્છઃ કચ્છ જિલ્લામાં ખાસ કરીને ગાયમાં ઈન્ફેક્ટેડ (Lumpy Virus Infection) થયેલા લમ્પી વાયરસને લઈને જિલ્લા વહીવટી તંત્રની ટીમ યુદ્ધના ધોરણે એક્ટિવ (Kutchh Collector Review Meet) થઈ ગઈ છે. લમ્પી વાઈરસને કચ્છ જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ વીડિયો કોન્ફરન્સના (Kutchh Video Conference) માધ્યમથી દરેક તાલુકામાં લમ્પી વાઈરસની (Lumpy Virus Infection kutchh) સ્થિતિને લઈને વહીવટીતંત્ર એ કરવામાં આવી રહેલી કામગીરી વિગતોની સમીક્ષા કરી હતી. આ સાથે કેટલાક જરૂરી આદેશ પણ આપ્યા છે.
આ પણ વાંચોઃ આ જિલ્લામાં લમ્પી વાઈરસ બન્યો બેકાબૂ, તંત્રની ઊડી ઊંઘ
જાહેરનામાનો અમલઃજિલ્લે ક્લેક્ટરે આઈસોલેશન અને લોકજાગૃતિ પર ભાર મૂકીને જાહેરનામાનો કડકાઈથી અમલ કરાવવા યોગ્ય અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટરએ આ બેઠક દરમિયાન લમ્પી વાઈરસ અંગેના જાહેરનામાનો કડકાઈથી અમલ થાય તેને લઈને સુદ્દઢ કામગીરી કરવા પ્રાંત અધિકારીઓને સૂચના આપી હતી. તેઓએ લમ્પી વાઈરસને લઈને પશુપાલકોમાં લોકજાગૃતિ આવે તે માટે ગ્રામ્ય સ્તર સુધી યોગ્ય રીતે સંકલન કરી પગલાં ભરવા માર્ગદર્શન આપ્યું છે.
આઈસોલેટ કરોઃખાસ કરીને પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવામાં આવે, જો પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો દેખાય તો તે પશુને અન્ય પશુઓથી અલગ કરીને આઈસોલેશનમાં રાખવામાં આવે. તેની તકેદારી લેવાય તે માટે સૂચના આપી હતી. કોઈપણ રખડતા પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો દેખાય તો તંત્ર તરફથી તરત જ કામગીરી કરીને તેને આઈસોલેશન સેન્ટરમાં સ્થળાંતરિત કરવામાં આવે તે બાબતે સૂચાન આપી છે.
આ પણ વાંચોઃ લમ્પી વાયરસ ગ્રસ્ત ગાયનું દૂધ નુકશાન કારક નહીં, દૂધને ઉકાળવાથી સુરક્ષિત થાય
મૃતદેહનો તાત્કાલિક નિકાલ કરોઃઆ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે, લમ્પી વાઈરસને અટકાવવા કચ્છ જિલ્લામાં સૌથી ઝડપી અને સૌથી વધારે રસીકરણ થયું છે. પશુપાલન વિભાગની સાથે સહયોગ કરીને આ રસીકરણની કામગીરીમાં કોઈ જ વિલંબ ન થાય તેની કાળજી રાખવા સંબંધિત પ્રાંત અધિકારીઓને સૂચના આપી છે. આ ઉપરાંત, પશુઓના મૃતદેહનો તાત્કાલિક સરકારની ગાઈડલાઈન મુજબ નિકાલ થાય તેનું સતત મોનિટરીંગ કરીને કામગીરી કરવા તેઓએ સૂચના આપી હતી.
લમ્પી વાયરસને લઈને ક્લકેટરે કરી સમીક્ષા, પશુ સુરક્ષા માટે લેવાશે મોટા પગલાં કેટલું વેક્સીનેશનઃ આ સમીક્ષા બેઠક દરમિયાન કચ્છ જિલ્લા નાયબ પશુપાલન નિયામક એચ.કે.ઠક્કરે લમ્પી વાઈરસ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, 31 જુલાઈની સ્થિતિ જિલ્લામાં 2.3લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. કુલ 49974 પશુઓની સારવાર કરાઈ છે. લમ્પી વાઈરસના લીધે કચ્છ જિલ્લામાં 1136 પશુઓના મોત થયા છે. જ્યારે લમ્પી વાઈરસથી અસરગ્રસ્ત હોય એવા 37840 પશુઓની સારવાર કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 102 રજિસ્ટર્ડ ગૌશાળા-પાંજરાપોળ આવેલા છે. જેમાં 82824ની સંખ્યામાં પશુધન છે. વહીવટીતંત્રે ત્વરિત કામગીરીને કરીને આ ગૌશાળા અને પાંજરાપોળમાં 46,671 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.