રાજકોટ : જેતપુરના કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે, ત્યારે પાટોત્સવ ઉજવણી માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજે તારીખ 21-01-2022ના રોજ પંચવર્ષીય પાટોત્સવ (Khodaldham Patotsav 2022) ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશવિદેશના ભક્તજનો સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી પંચવર્ષીય પાટોત્સવ લાઈવ (Live Khodaldham Patotsav 2022) નિહાળશે.
10,008થી વધુ જગ્યાએ એલઈડી સ્ક્રીન અને ટીવી સ્ક્રીન મૂકવામાં આવશે
હાલની કોરોનાની પરિસ્થિતિ અને લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઈને નરેશભાઈ પટેલ (Khodaldham Trustee Naresh Patel ) અને ટ્રસ્ટી મંડળ દ્વારા શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજવવાનું (Khodaldham Patotsav 2022) આયોજન કરાયું છે. ત્યારે લેઉવા પટેલ સમાજ માટે ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક દિવસ હોય શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ નિમિત્તે 21 જાન્યુઆરીના દિવસે શ્રી ખોડલધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત 1 કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે. તેમજ ધ્વજારોહણ, મહાઆરતી, નરેશભાઈ પટેલનો સમાજજોગ સંદેશો 21 જાન્યુઆરી 2022ના રોજ સવારે 9 થી 10 વાગ્યા સુધી સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી આપવામાં આવશે. જ્યારે મહાસભાનું આયોજન હાલ મોકૂફ રાખવામાં આવ્યું છે. જેની નવી તારીખ સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર કરવામાં આવશે.
ગુજરાત બહાર પણ આરતીનું આયોજન