- રાજકોટમાં ગયા વર્ષની સરખામણીએ રોગચાળાનું વધુ પ્રમાણ
- ચાલુ વર્ષે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં વધારો થયો
- રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ આપી માહિતી
રાજકોટ: રાજકોટમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. આ અંગે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના અધિકારી અને બાયોલોજીસ્ટ વૈશાલીબેને ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષ 38 ડેન્ગ્યુ જેટલા અને ચિકનગુનિયાના 9ના કેસ નોંધાયા છે. જે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના છે. જ્યારે ગયા વર્ષની વાત કરવામાં આવે તો ગયા વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 62 જેટલા ડેન્ગ્યુના અને 19 જેટલા કેસ મળ્યા છે. જ્યારે ચાલુ વર્ષની સરખામણીમાં ઓછા કહી શકાય છે. આ સિવાય રાજકોટમાં સામાન્ય તાવ શરદી ઉધરસ તેમજ ઝાડા ઉલ્ટીના કેસમાં પણ વધારો નોંધાયો છે. ખાસ ચોમાસાની ઋતુને લઈને આ રોગચાળો વકર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં લોકોની લાંબી લાઈન
ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે મચ્છરજન્ય પાણીજન્ય રોગો વધુ પ્રમાણમાં હોય છે. એવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓની સંખ્યામાં ઘણો વધારો નોંધાયો છે. હાલ સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ નવા કેસો કઢાવવા માટે દર્દીઓની લાંબી કતારો જોવા મળતી હોય છે. એક તરફ કોરોનાની મહામારી શરૂ છે એવામાં ઋતુજન્ય રોગચાળોમાં વધારો થતાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા પણ વિવિધ જગ્યાએ ચેકિંગ અને દવાનો છંટકાવ તેમજ ફોગિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.