- ફટાકટા વહેંચવા NOC માટે 152 જેટલી અરજીઓ આવી
- 152 અરજીમાંથી ફાયર વિભાગે 83ને આપી મંજૂર
- બીજી અરજીની તપાસ શરૂ
રાજકોટઃ દિવાળી પર્વ નિમિત્તે રાજકોટમાં કેટલા ફટાકડા સ્ટોલ ધારકો દ્વારા NOC માટે અરજી કરવામાં આવી છે, તે અંગે રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર આઈ.વી ખેર દ્વારા જણાવામાં આવ્યું હતું કે, અત્યાર સુધીમાં 152 જેટલી અરજીઓ ફટાકડા વહેંચાણ માટે આવી છે. જેમાંથી 83 જેટલી અરજીઓ ઘટના સ્થળની મુલાકાત લઈને તમામ નીતિ નિયમો ચકાસીને મંજૂર કરવામાં આવી છે, જ્યારે અન્ય અરજીઓ માટેની ઘટના સ્થળની તપાસની કામગીરી હાલ શરૂ છે. જો અહીં પણ બધું બરાબર હશે તો તેમને પણ મંજૂરી આપવામાં આવશે.