ગુજરાત

gujarat

ETV Bharat / city

ડોક્ટરે એક્સ્ટ્રા મેરિટલ અફેરની માણી મજા, તો પત્નીએ પણ...

રાજકોટના એક ડોકટરને કોર્ટે 2 વર્ષની સજા કરી છે અને 5 લાખ વળતર ચૂકવવા હૂકમ (Husband physically and mentally abusing his wife) ફટકાર્યો છે, જેમાં આ ડોકટર વળતર નહિ ચુકવે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. જાણો શુ છે સમગ્ર ઘટના

રાજકોટમાં પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપવાના ગુનામાં પતિને 2 વર્ષની સજ
રાજકોટમાં પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપવાના ગુનામાં પતિને 2 વર્ષની સજ

By

Published : May 15, 2022, 2:22 PM IST

રાજકોટ:અન્ય યુવતી સાથે સંબંધ રાખવા અંગે પત્નીએ (husband having an affair with another girl) તેના ડોક્ટર પતિ સામે ફરિયાદ કરી (Husband physically and mentally abusing his wife) હતી. આ કેસમાં પત્નીને માનસીક તથા શારીરીક ત્રાસ આપવાના કેસમાં પતિને બે વર્ષની સજા તથા માનસીક ત્રાસ આપવાના વળતર પેટે પાંચ લાખ ચુકવવા તેમજ પાંચ લાખનું વળતર ના ચૂકવે તો વધુ એક વર્ષની વધુ સજા કોર્ટે ફટકારી છે.

આ પણ વાંચો:એસિડ હુમલાના આરોપી પર કર્યો ટીમ પોલીસે કર્યો ગોળીબાર, જાણો કારણ...

મુંબઈમા થયા હતા લગ્ન: પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ શહેરના ઢેબર રોડ ઉપર નવકાર મકાનમાં રહેતા વણીક જૈન મહીલા રશ્‍મીબેન શાહે તેમના ડોકટર પતિ બીપીન શાહ, સાસુ તથા જેઠ અને જેઠાણી સામે માનસીક, શારીરકી ત્રાસ આપતા હોવીની ફરીયાદ નોંધાવી હતી, એ-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં આપેલી ફરીયાદમાં રશ્‍મીબેને જણાવ્યું હતું કે, 6 ડિસેમ્બર 1985 ના રોજ મુંબઈમા તેમના લગ્ન થયા હતા અને ત્યાર બાદ તેમના પતિ તેમને રાજકોટ લઈને આવ્યા હતા.

છુટાછેડા આપવા માટે દબાણ: રાજકોટ આવ્યા પછી તેનો પતિ ડોકટરની પ્રેકટીસ કરતો હોવાથી તે એક યુવતિના પિતાની સારવાર કરવા જતા હતા અને તે જ સમયે તેનો પતિ તે યુવતી સાથે લગ્નેત્તર સંબંધો બાંધવા લાગ્યો હતો અને ત્‍યારબાદ ડોક્ટર પતિ અને તેના પરિવારના સભ્યો ફરીયાદી યુવતીને છુટાછેડા આપવા માટે દબાણ કરતા હતાં.

આ પણ વાંચો:તુ મારો નહિં તો કોઈનો નહિં : પતિના બીજા લગ્નથી પત્નિ થઇ નારાજ, કર્યું કંઇક આવું....

બે વર્ષની કેદની સજા:આ અંગે પીડિતા પત્નીએ પતિ સહિત સાસરિયાઓ કોઈ સંબંધ રાખતા નહીં હોવાથી શારીરિક અને માનસિક રીતે હેરાન કરતાં હોવાની ફરિયાદ કરી હતી. જેમા આરોપીઓની એ-ડીવીઝન પોલીસે ધરપકડ કરી હતી. આ કેસ રાજકોટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલે કોર્ટમાં દલીલો કરી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનો રજુ કરી કોર્ટને કન્‍વીન્‍સ કારાવેલ કે, પત્‍નીને માનસીક અને શારીરીક ત્રાસ આપવા માટેનો આ કેસ છે અને તે દલીલો માન્‍ય રાખી આરોપી પતિને બે વર્ષની સાદી કેદની સજા સંભળાવવામાં આવી છે અને 5 લાખ માનસીક ત્રાસ આપવાના વળતર પેટે ચૂકવવાનો આદેશ કરેલ છે. જો વળતર ન ચુકવે તો વધુ એક વર્ષની સજા એટલે કે, ત્રણ વર્ષની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details