- યુવકે જેલમાં જવા માટે પોલીસ ચોકી સળગાવી હતી
- આ યુવક પોતાની પત્નીના ત્રાસથી કંટાળી ગયો હતો
- બજરંગ વાળી પોલીસ ચોકીમાં અચાનક આગ લાગી હતી
રાજકોટઃ જામનગર રોડ પર આવેલી બજરંગ વાળી પોલીસ ચોકીમાં અચાનક આગ લાગી હતી. જો કે, આ આગ લાગવાનું કારણ કંઈક અલગ જ પ્રકારનું સામે આવી રહ્યું છે. જેમાં એક યુવકે જેલમાં જવા માટે પોલીસ ચોકીને આગ લગાડી હતી. આ યુવક પોતાની પત્નીના ત્રાસથી કંટાળી ગયો હતો અને તેને લાંબા સમય માટે જેલમાં જવું હતું, ત્યારે યુવકે જેલમાં જવા માટે પોલીસ ચોકી સળગાવી હતી. યુવકે પત્નીના ત્રાસથી જેલમાં જવા માટે પોલીસ ચોકી સળગાવી હોવાની ઘટના સામે આવતા શહેરભરમાં હાલ આ ઘટના ચર્ચાનો વિષય બન્યો છે.
પત્નીથી ત્રસ્ત યુવકે જેલમાં જવા પોલીસ ચોકીને આગ લગાવી પત્નીના ત્રાસથી કંટાળીને યુવકે પોલીસ ચોકી સળગાવી
શહેરના જામનગર રોડ પર બજરંગ વાળી પોલીસ ચોકી આવેલી છે. આ પોલીસ ચોકીને દેવજી ઉર્ફે દેવા ચાવડા નામના યુવકે પેટ્રોલ નાખીને સળગાવી નાખી હતી. ત્યારબાદ યુવક અહીં જ ઉભો હતો, જ્યારે આ પોલીસ ચોકીમાં આગને બુઝવવા માટે આસપાસ દુકાનદારો આવ્યા હતા અને પાણી છાંટીને આ આગને બુઝાવી હતી. જ્યારે ચોકીને આગ લગાડનાર આરોપીની પોલીસે ધરપકડ કરીને તેની વધુ પૂછપરછ કરતા આગ લગાડવાનું કારણ બહાર આવ્યું હતું. જેને લઈને આ આખો મામલો ચર્ચામાં આવ્યો છે.
અગાઉ પણ યુવકે ઝેરી દવા પીધી હતી
પોલીસ ચોકી સળગાવનાર દેવા નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. જેમાં આરોપીએ પૂછપરછમાં દરમિયાન જણાવ્યું હતું કે, તે છેલ્લા કેટલાય સમયથી પોતાની પત્નીથી કંટાળી ગયો છે અને તેને લાંબા સમય માટે જેલમાં જવું હતું. જેના કારણે તેને પોલીસ ચોકી સળગાવી હતી. રાજકોટમાં બે મહિના પહેલા પણ પત્નીના ત્રાસથી પતિએ કંટાળી ઝેરી દેવા પી લીધી હતી. જેમાં મૂળ બાબરાના ખોરખાણા ગામના યુવાને પત્ની તથા મહિલા પોલીસ સ્ટેશનના ત્રાસથી કંટાળી આજીડેમ બગીચામાં દવા પી આપઘાતનો પ્રયાસ કરતા કર્યો હતો.