રાજકોટઃ હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે, ત્યારે તમાકુ, ગુટખા, બીડી, પાન મસાલા જેવા ઉત્પાદકો પણ હાલ બંધ છે. જ્યારે આ તમામ વસ્તુઓ બંધ હોવાના કારણે વ્યસનીઓ પણ મુંજવણમાં મુકાયા છે, ત્યારે રાજકોટના એક પૂર્વ સંસદે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લોકડાઉનમાં વાઈન શોપ ખોલવા માટે પત્ર લખ્યો છે.
રાજકોટના પૂર્વ સાંસદે વાઈન શોપ ખોલવા CMને લખ્યો પત્ર - corona virus
હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે, ત્યારે તમાકુ, ગુટખા, બીડી, પાન મસાલા જેવા ઉત્પાદકો પણ હાલ બંધ છે. જ્યારે આ તમામ વસ્તુઓ બંધ હોવાના કારણે વ્યસનીઓ પણ મુંજવણમાં મુકાયા છે, ત્યારે રાજકોટના એક પૂર્વ સંસદે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લોકડાઉનમાં વાઈન શોપ ખોલવા માટે પત્ર લખ્યો છે.
કેટકેટલી જગ્યાએ આ વસ્તુઓના બમણા ભાવ પણ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટના એક પૂર્વ સંસદ રામજી માવણીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લોકડાઉનમાં વાઈન શોપ ચાલુ રાખવા માટે પ્રાર્થના પત્ર લખ્યો છે.
રામજી માવણીએ આરોગ્યની સુખાકારી માટે વાઈન શોપ ખોલવાનું જણાવ્યું છે. આ સાથે જ તેમને લખ્યું છે કે, હેલ્થ પરમીટ ધારકો માટે દારૂ એ દવા છે. ત્યારે હાલ દવા ન મળવાના કારણે ઘણા બધા લોકો જે પરમીટ ધરાવે છે તેની તબિયત બગડી છે. જેને લઈને રાજ્યમાં લોકડાઉન સમયમાં વાઈન શોપને ખોલવાનું જણાવવામાં આવ્યું છે. હાલ પૂર્વ સાંસદ દ્વારા વાઈન શોપને ખોલવાની મંજૂરીનો પત્ર લખવામાં આવતા સમગ્ર શહેરમાં આ ચર્ચાનો વિષય બન્યો છે.