- શ્રાવણ માસમાં ફુડ વિભાગના દરોડા
- રાજકોટમાં અનેક દુકાનામાં દરોડા
- અનેક ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો
રાજકોટ: શ્રાવણ માસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા શહેરની વિવિધ ફરસાણની દુકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ શ્રાવણ મહિના દરમિયાન ફરાળી વસ્તુઓનું વેચાણ વધુ પ્રમાણમાં થતું હોય છે, જેને લઇને મનપાની ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં ખાદ્ય પદાર્થને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જેમાં આજે કુલ 15 જેટલી વિવિધ દુકાનોમાં ખાદ્યતેલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને બિન આરોગ્યપ્રદ જણાઇ આવતાં તેની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
શ્રાવણ માસ નિમિતે ખાસ ડ્રાઇવ
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ - 2006 અંતર્ગત શ્રાવણ માસમાં ખાદ્યચીજમાં વપરાતા ખાદ્યતેલની વિવિધ કુલ 15 જેટલી દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન બિનઆરોગ્યપ્રદ અને તપકીરવાળી 3 કિલોગ્રામ જેટલી પેટીસ અને 15 કિલો જેવું અખાદ્ય તેલ મળી આવ્યું હતું. જ્યારે છાપેલ પસ્તી 17 કિલો મળી આવી હતી. આ તમામ વસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા ખાસ ફરસાણના વેપારીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : રવિવાર સુધીમાં લગભગ 300 ભારતીયો અફઘાનિસ્તાનથી સ્વેદેશ આવે તેવી શક્યતા