રાજકોટ-સુરતઃ આગની ઘટનાઓ હાલના દિવસોમાં જોવા મળી તેમાં સુરતમાં આવા બનાવ (Fire In Gujarat 2022) વધુ પ્રમાણમાં બની રહ્યાં છે. એક જ સપ્તાહમાં બનેલી આ ચાર ઘટનાઓમાં એક રાજકોટમાં આજે શનિવારે રાજકોટની સિટી બસમાં આગ લાગવાની ઘટના છે. જ્યારે સુરતમાં બે બસોમાં આગ લાગવાની અને સુરતના પલસાણામાં મિલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે તેમાં પણ જાનહાનિ નોંધાઇ છે. કોમર્શિયલ વેહિકલ સર્ટિફિકેટ (Commercial Vehicle Fitness Certificate) આ ઘટનાઓમાં હતાં કે નહીં તે તપાસનો વિષય છે.
રાજકોટમાં સિટી બસમાં આગ, જાનહાનિ નહીં
રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક આજે શનિવારે સિટી બસમાં આગ (Fire In City bus Rajkot) લાગવાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. આ સિટી બસમાં 20 જેટલા પ્રવાસીઓ હતાં. સિટીબસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ ફેલાયો હતો. ફાયરવિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે આવી આગ બૂઝાવવાની કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બસમાં આગ લાગવાની ઘટનાને લઇ આવતા મનપા તંત્ર એલર્ટ થયું હતું.
સુરતમાં ખાનગી બસમાં આગની ઘટનામાં મહિલાનું મોત થયું હતું
18 જાન્યુઆરીએ રાત્રે સુરતના નાના વરાછા વિસ્તારમાં ખાનગી બસમાં આગ (Fire in a private bus in Surat) લાગતાં મહિલા સહિત ત્રણ લોકો દાઝ્યા્ હતાં. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત (A woman died on spot) થયું હતું. સુરતના નાના વરાછા વિસ્તાર પાસે આવેલ હીરાબાગ સર્કલ પાસે ખાનગી બસમાં આગ લાગતાં મહિલા સહિત ત્રણ લોકો દાઝતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ફાયરની 4 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. રાજધાની નામની ખાનગી લકઝરી બસ સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી. બસ નંબર- GJ04-AT 9963માં અચાનક એસીમાં બ્લાસ્ટ તથા બસમાં આગ લાગી (Fire in a private bus in Surat) હતી. આ બસમાં અન્ય પાંચ જણાં આગની ઝપેટમાં આવી ગયાં હતાં. તેમાં બે દંપતિઓ પણ હતાં. તેમાં એક દંપતિ ગંભીર રીતે દાઝી જતાં મહિલાનું મોત થયું હતું. મહિલના પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પતિએ જીવ બચાવવા બસમાંથી કૂદકો મારી પોતાની પત્નીને બચાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની પત્ની બસમાં ફસાઈ જતા ગંભીર રીતે દાઝી ગયા હતાં અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આગની આ ઘટના શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.
સુરતમાં જ બનેલી ખાનગી બસમાં આગની ઘટના, જાનહાનિ થઇ ન હતી