ગોંડલ તહેવારના દિવસોમાં કોઈ મૃત્યુુંના વાવડ આવતા એક પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં (Electric Shock Accident) ફેરવાયો છે. વરસાદી સ્થિતિમાં મેળાનું (Funfair in Gondal 2022) આયોજન થતા પંડાલ પલળી ગયા છે. એવામાં TRB જવાનને (TRB Jawan In Gondal) શોક લાગતા એને બચાવવા ગયેલા ફાયર કર્મચારી પણ શોકની ચપેટમાં આવી ગયા હતા. જેના કારણે આ ઘટનામાં બે વ્યક્તિઓનાં મૃત્યું નીપજ્યા છે. લોકમેળાના મોટાભાગના પંડાલ વરસાદને કારણે ભીંજાઈ ગયા હતા. સાંજના સમયે (Electric Shock Accident in Fun Fair) આ ઘટના બની હતી.
આ પણ વાંચો Retired army man Fired સુરતના વાવ ગામે નિવૃત આર્મી મેને પુત્ર પર કર્યું ફાયરિંગ શી હતી તકરાર જાણો
મેળાના માહોલમાં માતમ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં આઠમના મેળાનો આનંદ છે. એવા સમયે ગોંડલમાંથી માઠા વાવડ સામે આવ્યા છે. ગોંડલમાં રહેતા TRB જવાનને વીજશોક લાગતા યુદ્ધના ધોરણે એને સારવાર હેતું ખસેડાયો હતો. વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનામાં રાજકોટના તબીબોએ તપાસ કર્યા બાદ બન્નેને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો છે. TRB જવાન તરીકે ફરજ બજાવતા ભૌતિક પોપટ નામના યુવાનને વીજ કરંટ લાગતા તે જમીન પર પડી ગયો હતો.