- ભાજપની સભા હોય રેલી હોય તે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
- આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કરાઈ રજુઆત
- કોંગ્રેસ દ્વારા યોજવામાં આવતી રેલીઓ અને સભાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે
રાજકોટ જિલ્લા પોલીસ કિન્નખોરી રાખીને કાર્યવાહી કરી રહી છે, કોંગ્રેસ
રાજકોટ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્ય લલિત વસોયા દ્વારા જિલ્લા પોલીસ કચેરીમાં રજુઆત કરવામાં આવી હતી કે ,ભાજપ દ્વારા જ્યારે રેલી અને સભાઓ યોજવામાં આવશે છે. તે દરમિયાન કોવિડના નીતિ નિયમોનો ભંગ કરવામાં આવે છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવતું નથી. જેને લઈને પોલીસ દ્વારા ભાજપના નેતાઓ કે કાર્યકર્તાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી નથી.પોલીસ પણ ભાજપના ઈશારે કામ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
રાજકોટ : જિલ્લા કોંગ્રેસના આગેવાનો સહિત ધોરાજી ઉપલેટના ધારાસભ્ય લલિત વસોયા આજે રાજકોટ જિલલ્લા પોલીસ વડાને રજુઆત કરવામાં આવી પહોંચ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા જ્યારે ભાજપની સભા હોય રેલી હોય તે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે અને કોવિડની ગ્રાઇડ લાઈનનું પણ પાલન થયું નથી. ત્યારે તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી નથી અને માત્ર કોંગ્રેસ દ્વારા યોજવામાં આવતી રેલીઓ અને સભાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે.
પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે- લલિત વસોયા
આગામી દિવસોમાં રાજકોટ મનપા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર છે. જેની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં રાજકોટમાં પોલીસ દ્વારા માત્રને માત્ર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સામે જ કાર્યવાહી કરવામાં આવતી હોવાની કોંગ્રેસ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગી નેતાઓ દ્વારા કેવી રીતે કામગીરી કરવી તેવા સવાલો પણ રજૂ કરવામાં આવ્યા હતા.