- રાજકોટમાં ભારે વરસાદ
- રાજકોટમા રસ્તાઓ બેટમાં ફેરવાયા
- રાજકોટ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું
રાજકોટ:શહેરમાં ગઇકાલે રાત્રેથી શરૂ થયેલા વરસાદે અત્યાર સુધી યથાવત રહ્યો છે, ત્યારે રાજકોટમાં ગઇકાલેથી અત્યાર સુધીમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે શહેરમાં 10 ઇંચ જેટલો વરસાદ પડતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા હતા. જ્યારે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ શહેરીજનોને ઘરની બહાર કામ સિવાય નીકળવું નહિની પણ અપીલ કરી છે. રાજકોટમાં ભારે વરસાદ આવતા મહાનગરપાલિકાના અધિકારીઓ પણ કન્ટ્રોલ રૂમમાં પહોંચી ગયા હતા અને પળે પળે નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો:કચ્છમાં વરસાદે કરી રાતપાળી, રાપરમાં 4 ઇંચ વરસાદ વરસતા ખેતરમાં પાણી ભરાયાં