5 વર્ષના બાળક ઉપર શેરીના શ્વાનોનો હુમલો - rajkot
રાજકોટઃ શહેરના પ્રતિલોક પાર્ટી પ્લોટમાં ચાલતા દાંડિયા ક્લાસના સાંજના સમયે ઘટના બની હતી. મંગળવારે સાંજે દાંડિયા ક્લાસમાં ગઈ રહેલી મહિલાના 5 વર્ષના બાળકને શેરીના શ્વાનોએ હુમલો કર્યો હતો. સાંજે 7 વાગ્યે 3 કુતરાઓ આવીને બાળકને મોંઢામાં પકડી ઢસડી ગયા હતા.
સ્પોટ ફોટો
આ ઘટના પર 2 યુવાનોની નજર પડતા કૂતરા પાછળ દોડતા બાળકને મોઢામાંથી છોડી મુક્યો હતો. હુમલામાં બાળકનો વાંસો કુતરાઓએ ફાળી ખાતા બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સમગ્ર ઘટના પાર્ટી પ્લોટના CCTVમાં કેદ થઈ હતી. બાળકના માતા પાર્ટી પ્લોટમાં દાંડીયારાસ શીખવા આવ્યા તે સમયે બની સમગ્ર ઘટના બની હતી.