- રેસકોર્સ ખાતે રમત ગમત માટેના ગ્રાઉન્ડ આવેલા છે
- સુવિધાના અભાવ માટે કમિશ્નરને કરાઇ રજૂઆત
- બન્ને ગ્રાઉન્ડ નેશનલ લેવલના આવેલા છે
રાજકોટ: રાજકોટમાં આવેલ રેસકોર્સ ખાતે ફૂટબોલ અને હોકીના ગ્રાઉન્ડ(Football and hockey grounds) આવેલા છે અને આ બન્ને ગ્રાઉન્ડ નેશનલ લેવલ(National Level Ground)ના છે. તેમજ રાજકોટના મોટાભાગના રમતવીરો(Athletes) અહીં પ્રેક્ટિસ(Practice) માટે તેમજ મેચ રમવા માટે આવતા હોય છે. આ મેદાનોમાં પ્રાથમિક સુવિધાઓ(Lack of basic amenities in the plains) જેવી કે ટોઇલેટ, ડ્રેસ ચેજિંગ રૂમ, તેમજ પ્રેક્ષક ગેલેરી, ડ્રેસિંગ રૂમ સહિતની સુવિધાઓનો અભાવ જોવા મળે છે. જ્યારે હાલ આ ગ્રાઉન્ડ મનપા સંચાલિત છે. સુવિધાઓના અભાવને લઇને ડેપ્યુટી મેયર દર્શિતા શાહે(Deputy Mayor Darshita Shah) આ મામલે કમિશ્નર(Rajkot Municipal Corporation Commissioner)ને પત્ર લખીને જાણ કરી હતી.
મનપા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું
રાજકોટમાં હોકી અને ફૂટબોલ ગ્રાઉન્ડ મામલે ડેપ્યુટી મેયર દર્શિતા શાહે જણાવ્યું હતું કે, રેસકોર્સ ખાતે મનપા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ સંકુલમાં અનેક ગેમ માટેના ગ્રાઉન્ડ આવેલા છે. જ્યારે આ ગ્રાઉન્ડમાં હોકી અને ફૂટબોલ ગ્રાઉન્ડ પણ આવેલું છે પરંતુ આ ફૂટબોલ અને હોકી ગ્રાઉન્ડમાં જે પ્રાથમિક સુવિધાઓ જેવી કે, ટોઇલેટ, ડ્રેસિંગ રૂમ, ચેન્જિંગ રૂમ સહિતની સુવિધાઓનો અભાવ જોવા મળે છે. જો આ તમામ સુવિધાઓ મનપા દ્વારા પુરી પાડવામાં આવે તો આગામી દિવસોમાં રાજકોટમાં પણ નેશનલ લેવલની મેચ અહીં રમાડી શકાય છે. જ્યારે આ સુવિધાઓ માટે તેમણે મનપા કમિશ્નરને રજુઆત કરી છે.