- રાજકોટના ખોડિયારનગરમાં 80 મકાનો પર ફરી વળ્યું બુલડોઝર
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન કર્યું
- આ મકાનોમાં 100 કરતા વધુ પરિવારો વસતાં હતાં
રાજકોટમાં: RMC Demolition ની કામગીરીમાં વિજિલન્સ શાખા તેમજ પોલીસકર્મીઓ અને પીજીવીસીએલ ( PGVCL ) ના કર્મચારીઓને આ ડીમોલેશનની પ્રક્રિયા દરમિયાન હાજર રાખવામાં આવ્યાં હતાં. જ્યારે ડીમોલેશન અંગેની નોટીસ અગાઉ જ મનપા દ્વારા અહીંના સ્થાનિકોને આપવામાં આપી હતી. ત્યારે આજથી ખોડિયારનગરમાં ડીમોલેશન પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી.
ટીપી રોડના નિર્માણમાં વચ્ચે આવતા મકાનો તોડી પડાયાં
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં આવેલ ખોડીયારનગર વિસ્તારમાંથી ટી.પી.રોડ નીકળવાનો છે. ત્યારે મનપા દ્વારા એક વર્ષ અગાઉ આ ટીપી રોડ પર આવતા મકાનોના રહીશોને નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યારે આ મામલે સ્થાનિકો દ્વારા પણ મનપામાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ બે દિવસ અગાઉ ફરી મનપાએ સ્થાનિકોને નોટિસ આપ્યા બાદ આજે ( RMC ) મહાનગરપાલિકાની ટીમ Demolition માટે અહીં આવી પહોંચી હતી. તેમજ એકી સાથે 80 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવ્યું હતું. જ્યારે ઘટના દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે પોલીસ તંત્રને પણ હાજર રાખવામાં આવ્યું હતું.