ગુજરાત

gujarat

ETV Bharat / city

આવતીકાલે અભય ભારદ્વાજનો મૃતદેહ રાજકોટ લવાશે, ટેલિફોનિક બેસણું યોજાશે

ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ, પ્રખ્યાત વકીલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ખૂબ જ અંગત મનાતા એવા અભય ભારદ્વાજનું આજે ચેન્નઈ ખાતે કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. જેને લઇને રાજકોટ સહિત ગુજરાતભરના ભાજપના કાર્યકર્તાઓમાં દુઃખની લાગણી ફેલાઇ છે. અભય ભારદ્વાજનું નિધન થતાં પીએમ મોદીએ પણ તેમને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જ્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ અને મુખ્યપ્રધાન રૂપાણીએ પણ અભય ભારદ્વાજના નિધનને દુઃખદ ગણાવ્યું છે.

આવતીકાલે અભય ભારદ્વાજનો મૃતદેહ રાજકોટ આવી પહોંચશે, ટેલિફોનિક બેસણું યોજાશે
આવતીકાલે અભય ભારદ્વાજનો મૃતદેહ રાજકોટ આવી પહોંચશે, ટેલિફોનિક બેસણું યોજાશે

By

Published : Dec 1, 2020, 10:16 PM IST

  • રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન
  • બુધવારના રોજ તેમનો મૃતદેહ રાજકોટ લાવવામાં આવશે
  • પરિવાર દ્વારા ટેલિફોનિક બેસણું યોજવામાં આવશે

રાજકોટ: અભય ભારદ્વાજનું નિધન થતાં આવતીકાલે મંગળવારે તેમનો મૃતદેહ રાજકોટ ખાતે તેમના અમિન માર્ગ પર આવેલા સાગર એપાર્ટમેન્ટ ખાતેના નિવાસ સ્થાને લાવવામાં આવશે. ત્યારબાદ અહીં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ અંતિમયાત્રા યોજાશે. જેમાં માત્ર પરિવારના 50 લોકોને સામેલ થવા દેવામાં આવશે. કોરોનાને ધ્યાનમાં રાખીને તેમના પરિવાર દ્વારા ટેલિફોનિક બેસણું યોજવાનો નિર્ણય લેવામાં અવ્યો છે. અભય ભારદ્વાજના નિધનના સમાચાર મળતાં જ તેમના ઘરે ભાજપ સમર્થકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થતા જોવા મળ્યા હતા.

આવતીકાલે અભય ભારદ્વાજનો મૃતદેહ રાજકોટ લવાશે

અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને કોરોના પોઝિટિવ આવતા તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ત્યારબાદ તેમની તબિયત વધુ બગડતાં તેમને 4 સપ્ટેમ્બરથી આઇસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે અભય ભારદ્વાજની તબિયત વધુ બગડી હોવાના કારણે સુરત અને અમદાવાદની ડોક્ટરની ટીમ તેમની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે આવી હતી. તેમજ ECMO સિસ્ટમના કારણે તેમની તબિયતમાં સુધારો પણ જોવા મળ્યો હતો.

આવતીકાલે અભય ભારદ્વાજનો મૃતદેહ રાજકોટ લવાશે

ભારદ્વાજને વધુ સારવાર માટે ચેન્નઈ લઈ જવાયા હતા

અભય ભારદ્વાજને કોરોના સંક્રમણ થયા બાદ ફેફસામાં અને શ્વાસ લેવામાં વધુ તકલીફ હતી. જેથી તેમને રાજકોટ એરપોર્ટથી ચેન્નઈ ખાતે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ચેન્નઈમાં ફેફસાનાં નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ પાસે અભય ભારદ્વાજની સારવાર કરાવવામાં આવી રહી હતી. જોકે આજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અભય ભારદ્વાજનું નિધન થતાં ભાજપના કાર્યકર્તાઓમાં દુઃખની લાગણી જોવા મળી છે.

ABOUT THE AUTHOR

...view details