- ધોરાજી માર્કેટયાર્ડમાં ખેડૂતોનો કપાસ વરસાદમાં પલળ્યો.
- જસદણ માર્કેટયાર્ડમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉતારેલી મગફળી પલળી
- વરસાદની આગાહીને લઈને ગોંડલ માર્કેટયાર્ડએ ડુંગળીના પાલ તથા મરચાની આવક બંધ કરી
કમોસમી વરસાદને પગલે રાજકોટના ધોરાજી, જેતપુર અને જસદણ માર્કેટયાર્ડમાં કપાસ અને મગફળી પલળી
રાજકોટ: વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડતા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો કપાસનો પાક પલળી ગયો હતો. ભરશિયાળે ચોમાસાનો માહોલ સર્જાતા પલળેલા કપાસની હરાજીમાં ખેડૂતોને ભાવ પણ ઓછા મળશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
કમોસમી વરસાદને પગલે ધોરાજી, જેતપુર અને જસદણ માર્કેટયાર્ડમાં કપાસ અને મગફળી પલળી જાહેરાત ન થાય ત્યાં સુધી માર્કેટયાર્ડમાં ડુંગળી અને મરચાની આવક પણ બંધ રહેશે
જેતપુર અને જસદણ માર્કેટિંગ યાર્ડના ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખેલી મગફળી પણ વરસાદને લીધે પલળી ગઇ હતી. પહેલા અતિવૃષ્ટિનો માર અને હવે શિયાળામાં કમોસમી વરસાદને થતા ખેડૂતોને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગની આગાહીને લીધે ગોંડલ માર્કેટયાર્ડના સત્તાધીશોએ ડુંગળીના પાલ તથા મરચાની આવક આગામી સમયમાં જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.