આ મામલે ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઍક્ટ અંતર્ગત દરેક ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને પરિવહન કરનારને ફૂડ લાયસન્સ લેવું ફરજિયાત છે. તેમજ નવા કાયદા મુજબ ખાદ્ય સામગ્રીનું માત્ર ટ્રાન્સપોર્ટેશન કર્તા ધંધાર્થીઓએ પણ ફૂડ લાયસન્સ લેવું જરૂરી છે.
રાજકોટ કોર્પોરેશને ZOMATO - SWIGGYને ફૂડ લાઇસન્સ રજૂ કરવા આપી નોટિસ
રાજકોટઃ રાજકોટમાં છેલ્લા છ માસ દરમિયાન સ્વિગી અને ઝોમેટો કંપનીથી ઘરે-ઘરે ખાદ્ય સામગ્રી પહોચાડવામાં આવી રહ્યું છે, જ્યારે આ કંપનીઓ દ્વારા ખાદ્ય સામગ્રીના પરિવહન અને ટ્રાન્સપોર્ટેશન માટે ફૂડ લાઇસન્સ લેવું ફરજિયાત હોય છે. જેને લઈને આજે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઝોમેટો અને સ્વિગી કંપનીઓએ નોટિસ ફટકારીને લાઇસન્સ રજૂ કરવા માટે જણાવામાં આવ્યું છે.
ઝોમેટો લોગો, ફાઇલ ફોટો
રાજકોટમાં છેલ્લા છ માસથી ઝોમેટો અને સ્વિગી કંપની દ્વારા સમગ્ર શહેરમાં ઘર-ઘર સુધી ફૂડ સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. જેને લઈને આ બન્ને કંપનીઓ પાસે ખાદ્ય સામગ્રીના ટ્રાન્સપોર્ટેશન માટેનું લાયસન્સ હોવું જરૂરી હોવાના પગલે, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા બન્ને કંપનીઓને લાઇસન્સ રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે.