- ડ્રાય રનમાં સૌપ્રથમ આરોગ્ય કર્મચારીઓની પસંદગી કરાઈ
- રાજકોટ જિલ્લા, ગોંડલ શહેર અને તાલુકામાં 5 જગ્યાની પસંદગી કરાઈ
- વેકસીન અપાયા બાદ એક વ્યક્તિ ને 35 થી 40 મિનિટનો સમય લાગ્યો
રાજકોટના ગોંડલ શહેર તાલુકામાં 5 જગ્યાએ કોરોના વેકસીન ડ્રાય રન સફળતાપૂર્વક યોજાઈ
રાજકોટ :સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિન ને લઇ દેશભરમાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગોંડલ શહેરના સરકારી હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર , શ્રી રામ સાર્વજનિ હોસ્પિટલ, ભગવતપરા શાળા નં - 5 તેમજ તાલુકામાં મોવિયા તેમજ ગોમટા ડ્રાય રન યોજાયો હતો. જેમાં 25 - 25 લોકોને મેસેજ કરી બોલાવવામાં આવ્યા હતા.
ડ્રાય રન સિલેક્ટ લોકોનું આઈડી પ્રુફ, મોબાઈલમાં આવેલ મેસેજ ચેક કરવામાં આવ્યા
વેકસીન અપાયા બાદ એક વ્યક્તિ ને 35 થી 40 મિનિટનો સમય લાગ્યો વેઇટિંગ રૂમમાં થોડીવાર બેસાડી વેકસિન રૂમમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં વેકસિન આપ્યા સિવાયની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરોક્ત તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ અને વેક્સિન અપાયા બાદ લાભાર્થીને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવ્યા હતા.આ સમગ્ર પ્રક્રિયામાં એક વ્યક્તિ ને 35 થી 40 મિનિટ નો સમય લાગ્યો હતો.આ ડ્રાય રનમાં જિલ્લા આરોગ્ય ઓફિસર ડો.મિતેષ ભંડેરી, એકેડેમિક મેડિકલ ઓફિસર ડો.નિલેશ રાઠોડ સહિતના આરોગ્ય અધોકારીઓ આ ડ્રાય રન ચેકીંગ આવ્યા હતા.જેમાં વેકસિન સ્થળ તેમજ વેકસિન લાભાર્થીઓ ને વેકસિન અંગે અપાતી માહિતી, સોફ્ટવેરમાં થતી તમામ એન્ટ્રી નું ચેકીંગ હાથ ધરાયુ હતું. ડો.જી.પી. ગોયેલ આરોગ્ય અધિકારી ગોંડલ અર્બન હેલ્થ, નીરવ વ્યાસ કોરોના સુપરવાઈઝરે નિરીક્ષણ કર્યું હતું.