ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોરોનાનું રસીકરણ શરૂ, સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે લીધો રસીનો પ્રથમ ડોઝ

વડાપ્રધાન મોદીએ આજે વિશ્વના સૌથી મોટા રસીકરણની દેશમાં શરૂઆત કરાવી છે ત્યારે રાજકોટમાં પણ આજથી કોરોના રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. આમાં શહેરના 6 સ્થળ પર કોરોના રસી આપવામાં આવી હતી. જ્યારે રાજકોટ જિલ્લાના 3 તાલુકામાં આજથી રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તમામ એક એક કેન્દ્ર પર 100-100 કોરોના વોરિયર્સને પ્રથમ રસી આપવામાં આવશે.

સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે લીધો રસીનો પ્રથમ ડોઝ
સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે લીધો રસીનો પ્રથમ ડોઝ

By

Published : Jan 16, 2021, 7:43 PM IST

  • રાજકોટમાં કોરોનાનું રસીકરણ શરૂ, સિવિલ સર્જને લીધી પ્રથમ વેક્સીન
  • સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે લીધો કોરોના રસીનો પ્રથમ ડોઝ
  • રાજકોટમાં રસીકરણ માટે છ સ્થળ નક્કી કરવામાં આવ્યા છે

રાજકોટઃ કોરોનાની રસીનું અભિયાન દેશમાં વડાપ્રધાન મોદીએ શરુઆત કરાવ્યા બાદ રાજકોટમાં પણ 6 સ્થળોએ રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ ડોઝ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પંકજ બૂચ દ્વારા લેવામાં આવી હતી, જેમની સાથે ઈટીવી ભારત દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.

સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે લીધો રસીનો પ્રથમ ડોઝ
રસીની અફવા પર ધ્યાન ન આપવું: સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ

કોરોના રસીનો ડોઝ લેનાર ડૉ. પંકજ બુચે ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, હું બાળકોનો ડોક્ટર છું એટલે રસી અંગે વધુ પડતો ખ્યાલ હોય, તેમ જ આપણે આપણા દેશ પર વિશ્વાસ રાખીને કોરોનાની રસી લેવી જોઈએ. રસી અંગેની કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન ડૉ. પંકજ બુચ દ્વારા કોરોનાનો પ્રથમ ડોઝ લેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details