ગુજરાત

gujarat

ETV Bharat / city

CM ભૂપેન્દ્ર પટેલે શા માટે બે હાથ જોડીને પત્રકારોની માફી માગવી પડી, જૂઓ

રાજકોટમાં હીરાસર રાજકોટ DCP ઝોન 1ના પ્રવીણકુમાર મીણાએ મીડિયા સાથે ગેરવર્તન (Police Misconduct in Rajkot) કરીને મીડિયાના કર્મીનું ગળું પકડ્યું હતું. DCP ઝોન-1 ના પ્રવીણકુમાર મીણાએ મીડીયા (Journalists for Police Misconduct) કર્મીઓ સામે બેફામ દાદાગીરી કરતા ખુદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે થવું પડ્યું નત મસ્તક. શું હતો સમગ્ર મામલો જૂઓ..

CM ભૂપેન્દ્ર પટેલે શા માટે બે હાથ જોડીને માફી માગવી પડી, જૂઓ
CM ભૂપેન્દ્ર પટેલે શા માટે બે હાથ જોડીને માફી માગવી પડી, જૂઓ

By

Published : Jun 4, 2022, 9:32 AM IST

Updated : Jun 4, 2022, 10:04 AM IST

રાજકોટ : પ્રેસ-મીડિયા એ દેશની ચોથી જાગીર કહેવાય છે. ભલભલા નેતાઓના પત્રકારો સામે પસીના છૂટી જતાં હોય છે. તેવામાં પત્રકારો સાથે ગેરવર્તણૂકની ઘટનાઓ પણ સતત વધી રહી છે. આવી જ એક ઘટના બની હતી રાજકોટમાં. અહીં ઝોન 1ના DCPએ પત્રકારો સાથે ગેરવર્તણૂક કરી હતી. તો આ સમગ્ર મામલાને શાંત પાડવા માટે ખૂદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે પડ્યા હતા. સાથે જ તેમણે 2 હાથ જોડીને પત્રકારોની માફી માગી હતી. તો આવો જોઈએ શું હતી સમગ્ર ઘટના.

પોલીસની દાદાગીરી સામે CM બે હાથ જોડી માંગી પત્રકારોની માફી

હિરાસર એરપોર્ટ ખાતે ઝોન-DCP દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં સરકારનાં માહિતી ખાતા અને ભાજપ દ્વારા કવરેજ માટે લઈ જવાયા હોવા છતાં મીડિયા કર્મીનું ગળું દબાવી DCP ઝોન-1 પ્રવીણકુમાર મીણાએ વિડિયો લેવાની ના પાડી હતી. આ સાથે જ તમામ મીડિયા કર્મીઓને ડીટેઈન કરાયા હતા. અમુક મીડિયા કર્મીની કારની ચાવી પણ લઈ લેવામાં આવી હતી, ત્યારે બનાવ અંગેની જાણ થતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બે હાથ જોડી દિલગીરી વ્યક્ત કરી હતી. છતાં પત્રકારો (Journalists in Rajkot) ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે ધરણા પર ઉતરી ગયા હતા અને રામધૂન બોલાવી હતી.

પોલીસની દાદાગીરી

આ પણ વાંચો :અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસની દાદાગીરી આવી સામે

પોલીસની બેફામ દાદાગીરી - સરકારી માહિતી ખાતા તથા ભાજપ દ્વારા મીડિયાને હીરાસર એરપોર્ટ ખાતે કવરેજ માટે લઈ જવાયું હતું. આ દરમિયાન DCP ઝોન-1એ વિડિયો લેવાની ના પાડી દેતા બોલાચાલી થઈ હતી. જેમાં કંઈ પણ સમજે તે પહેલાં ઝોન-DCPએ પત્રકારો સાથે ગુનેગાર જેવું વર્તન શરૂ કર્યું હતું. તો કેટલાક પત્રકારોની કારની ચાવીઓ લઈ લીધી હતી. એટલું જ નહીં, એક મીડિયા કર્મીનું ગળુ દબાવી વિડીયો લેવાની ના પાડતા તમામ (Journalists for Police Misconduct) પત્રકારોએ વિરોધ પ્રગટ કર્યો હતો.

પોલીસની દાદાગીરી

આ પણ વાંચો :પોલીસનો જબરો રૂઆબ, PSI રાદડિયા કબ્જે કરેલી ગાડીનો ઉપયોગ તેમની પત્ની માટે કરી રહ્યા છે

CM માંગવી પડી માફી - આ દરમિયાન પત્રકારોના વિરોધને પણ અવગણી DCP દ્વારા તમામ મીડિયા કર્મીઓને (Police Misconduct in Rajkot) ડિટેઇન કરવા આદેશો આપી દેવાયા હતા. જોકે, આ અંગેની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિલગીરી વ્યક્ત કરી મીડિયા કર્મીઓને મુક્ત કરવાના આદેશ આપ્યા હતા. તો બીજી તરફ મીડિયા કર્મીઓ સાથે થયેલા આ ગેરવર્તન મામલે પત્રકારો દ્વારા રાજકોટ પોલીસ કમિશનરની કચેરી ખાતે જ ધરણા શરૂ કરી દેવામાં આવ્યા હતા.

પત્રકારોની માંગી માફી - હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મામલો શાંત (Police and Journalists in Rajkot) પાડવા પ્રયાસો કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પત્રકારોની માંગ સ્વીકારી પ્રવિણકુમાર મીણા સામે તપાસના આદેશ આપ્યા હતા. DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ તપાસ કરી અને બે દિવસમાં રિપોર્ટ કમિશનર રાજુ ભાર્ગવને સોંપશે તેમજ જોઈન્ટ પોલીસ કમિશનર અહેમદ ખુરશીદે પત્રકારોની માફી માંગી અને દિલગીરી વ્યક્ત કરતાં ધરણા પર બેઠેલા પત્રકારોએ ધારણા સમેટી લીધા હોવાનું સામે આવ્યું છે.

Last Updated : Jun 4, 2022, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details