- મોટાભાગના બાળમજૂરો યુપી અને બિહારના હોવાનું આવ્યુ સામે
- તમામ બાળમજૂરોને બાળ સંરક્ષણગૃહમાં મોકલવામાં આવ્યા
- 19 જેટલા બાળમજૂરોને મુકત કરવામાં આવ્યા
રાજકોટ: જિલ્લાની ઔદ્યોગિક નગરી જેતપુરના સાડીના કારખાનાઓમાં બાળમજૂરી(Child labor) સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ઘણા બાળકોને બાળમજૂરીના નર્કમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે આજે પણ 'એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ'(Anti-human trafficking) તેમજ 'બચપન બચાવો NGO' દ્વારા બાતમીના આધારે જેતપુર શહેરના અલગ-અલગ વિસ્તારો જેવા કે સારંગકાંઠા અને નવાગઢના ફિનિશિંગના કારખાના રેડ કરવામાં આવી હતી. જેમાં 19 જેટલા બાળમજૂરોને મુકત કરવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના બાળમજૂરો ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યના હોવાનું સામે આવ્યું છે.
બાળ મજૂરોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા