ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ દર્દીઓ અને તેમના સ્વજનોને હાઈફાઈ જમવા માટે બુફે કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા

રાજકોટમાં કોરોનાની સારવાર લેવા આવતા દર્દીઓ સાથે તેમના પરીજનોને પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર દર્દીના સ્વજનો માટે 24 કલાક નાસ્તા સાથે જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

rajkot
રાજકોટ દર્દીઓ અને તેમના સ્વજનોને હાઈફાઈ જમવા માટે બુફે કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા

By

Published : May 9, 2021, 1:54 PM IST

  • રાજકોટ સિવિલની બહાર દર્દીઓના સ્વજનો માટે ખાસ સુવિધા
  • દર્દીઓના સ્વજનોને મળશે 24 કલાક નાસ્તો
  • રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયાએ આ સેવાનો પ્રારંભ કરાવ્યો

રાજકોટ: જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ચૌધરી હાઇસ્કુલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે અને તેમની સાથે તેમની સાથે આવતા હોય છે એટલે દર્દીઓ અને તેમના સ્વજનોને જમવા માટે ભાજપના આગેવાન ઉદય કાનગડ,સોની સમાજના અગ્રણી દિલીપભાઈ સોની દ્વારા લોકોમાં ફ્રી માં જમવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે હાઈફાઈ જમવા માટે બુફે કાઉન્ટર ઉભા કરવામાં કરવામાં આવ્યા છે.સીવિલની બહાર ચા પાણી નાસ્તો અને જમવાની વ્યવસ્થા 24 કલાક જમવાનું અને બે ટાઇમ જમવાનું મળશે અને દર્દીઓના સ્વજનનોને હેરાન ગતિ ના થાય તેમાટે વ્યવસ્થા ગોઠવામાં આવી છે.

રાજકોટ દર્દીઓ અને તેમના સ્વજનોને હાઈફાઈ જમવા માટે બુફે કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા

આ પણ વાંચો : રાજકોટ સિવિલમાં બ્રેઈન સર્કીટના ઉપયોગથી 50થી વધુ કોરોનાગ્રસ્તોની જીંદગી બચાવાઇ

24 કલાક મળશે નાસ્તો

રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયાએ આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર સારવાર લેવા આવેલા દર્દીઓને તેમજ તેમના સગાઓને નિઃશુલ્ક સેવા મળી રહે તે ઉમદા કાર્ય છે. સમગ્ર મામલે રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સેવા કરવી તે બધાની ફરજ છે ભાજપ હોય ત્યાં સેવા કાર્ય હોય જ છે.આવી કુદરતી પ્રકોપની મહામારી છે સેવા કરી જરૂરી છે. ભોજન જેવું કોઈ દાન નથી.24 કલાક જમવાનું અને બે ટાઇમ જમવાનું મળશે. ભાજપના આગેવાનો મેદાનમાં છે સમાજ સાથે રહેવું સમાજને ઉપયોગી બની છે.

ABOUT THE AUTHOR

...view details