રાજકોટ : રાજકોટ પાસેના કોઠારીયા ગામે રહેતો લક્ષ્મણ રમેશભાઈ કુકડિયા વોરા કોટડા ગામે રહેતા તેના મામા નાનજીભાઈ માવજીભાઈ બાવળીયાના ઘરે બે દિવસ પહેલા આવ્યો હતો. બપોરના ભેંસો ચરાવતી વેળાએ ભેંસો નદીના પાણીમાં જાવા લાગતા તેને રોકવા જતા લક્ષ્મણ નદીના ઊંડા પાણીમાં ગરક થઇ જતાં તેનું મોત નિપજ્યું હતું.
ગોંડલના વોરા કોટડા ગામે નદીના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામે નદીની બેઠી ધાબી ઉપર પૂરના પાણીને લઈને અવારનવાર અકસ્માતો સર્જાયા કરે છે. ત્યારે વધુ એક અકસ્માતમાં મામાના ઘરે આવેલો યુવાન નદીના પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો.
યુવાન નદીના પાણીમાં ડૂબી જતા મોત
જો કે, ગ્રામજનો અને ગોંડલ નગરપાલિકાના ફાયર ફાઇટરો-તરવૈયાઓને ઘટનાની જાણ થતા તરવૈયાઓએ કલાકોની મહેનત બાદ યુવાનના મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમાર્ટમ માટે ગોંડલ સરકારી દવાખાને ખસેડાયો હતો.