ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનો 55 મોજન્મદિવસ છે. ત્યારે રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ વર્ષોથી સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે.
રાજકોટમાં નરેશ પટેલના જન્મ દિવસે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ, 1700 બોટલ એકત્ર કરાઈ - KHODAL DAHM
રાજકોટઃ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસે રાજકોટમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રાજકોટ અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ રક્તદાન કર્યું હતું. નરેશ પટેલના જન્મદિવસે યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓના સહકારથી 1700 બોટલ રક્ત એકઠું થયું હતું.
બ્લડ ડોનેશન
તમામ સમાજના લોકોને મદદ કરવી એ નરેશ પટેલના જીવનનો ધ્યેય છે. ત્યારે છેલ્લા 19 વર્ષથી સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્ય કરી રહ્યું છે. રક્ત એ રૂપિયા ખર્ચવા છતા સમયસર મળતું નથી ત્યારે જરૂરિયાતમંદ લોકોને રક્ત થકી નવજીવન મળે તેવા હેતુ સાથે સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નરેશભાઈ પટેલના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.