અમદાવાદઃ ભાજપે આજે સૌરાષ્ટ્રના ગઢ ગણાતાં રાજકોટમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પાંચ કેબિનેટ પ્રધાન, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિતના નેતાઓએ રોડ શો (BJP Road Show in Rajkot 2021) યોજ્યો હતો. શું રોડ શો ભાજપની નબળી સ્થિતિને સુધારવા માટે હતો? સૌરાષ્ટ્રમાં ભાજપના નેતાઓમાં જુથવાદ ઉભો થયો છે, તેમાં બધું યોગ્ય છે, તે બતાવવા હતો? રાજકોટના નેતા પૂર્વ સીએમ વિજય રૂપાણીના રાજીનામાં (Vijay Rupani retaliation) પછી સૌરાષ્ટ્ર નારાજ છે, તેમને મનાવવા માટે હતો? આ સવાલ જવાબ માટે ઈટીવી ભારતનો વિશેષ અહેવાલ.
રોડ શોનું કારણ શું
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પાતળી સરસાઈથી જીત થઇ હતી. ભાજપની લાજ ગુજરાતના મોટા શહેરોએ રાખી હતી. ગ્રામીણ વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. તાજેતરમાં જ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે. તે બહાને આજે રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે તેમણે ભવ્ય રોડ શો (BJP Road Show in Rajkot 2021) યોજ્યો હતો.
રાજકોટનું રાજકીય ગણિત
રાજકોટ શહેરમાં વિધાનસભાની કુલ ચાર બેઠકો છે, જેમાં ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો રાજકોટ વિધાનસભા 68માં કુલ મતદારો 2,58,580 હતા, જેમાં 19 ટકા લેઉવા પટેલ, 15 ટકા કડવા પટેલ હતા. જ્યારે વિધાનસભા 70માં 2,41,457 કુલ મતદારો હતા, જેમાં 15 ટકા લેઉવા પટેલ સમાજના (Saurashtra patidar stronghold) મતદારો હતા. વિધાનસભા 69માં કુલ મતદારો 3,14,696 નોંધાયા છે, જેમાં લેઉવા પટેલ 15 ટકા અને કડવા પટેલ 19 ટકા નોંધાયા છે. વિધાનસભા 71માં કુલ 2,98,296 મતદારો હતા, જેમાં લેઉવા પટેલ 40 ટકા અને કડવા પટેલ 6 ટકા નોંધાયા છે.
8 બેઠકમાંથી 5 બેઠક પર પાટીદાર ધારાસભ્ય
રાજકોટ શહેર જિલ્લામાં કુલ મળીને 8 વિધાનસભા બેઠકો છે, જ્યારે એક લોકસભા બેઠક છે. શહેરમાં ચાર બેઠક પર બે પાટીદાર ધારાસભ્ય, જેમાં ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણી છે. જ્યારે જેતપુરમાં જયેશ રાદડીયા, ધોરાજીમાં કોંગ્રેસમાંથી લલિત વસોયા, પડધરી ટંકારામાં લલિત કગથરા છે. જ્યારે લોકસભાની વાત કરવામાં આવે તો રાજકોટમાં લોકસભામાં પણ પાટીદાર સાંસદ મોહનભાઈ કુંડારિયા છે. આમ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લેઉવા પાટીદારોની સંખ્યા વધારે છે અને લેઉઆ પાટીદારોનો (Saurashtra patidar stronghold) અત્યાર સુધી દબદબો રહ્યો છે.
મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની પહેલી રાજકોટ મુલાકાત
રાજ્યના મુખ્યપ્રધાન બન્યા પછી ભૂપેન્દ્ર પટેલ પહેલી વખત રાજકોટ અતિ વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત માટે આવ્યા હતા. જો કે, મુખ્યપ્રધાન આવે તે પહેલાં જ તેમના સ્વાગત માટે ઉભેલા ભાજપના રાજકોટના સાંસદ અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ચેતન રામાણી વચ્ચે ઝઘડો થયો હતો. રાજકોટ શહેર અને જિલ્લાના અધિકારીઓ તેમ જ ભાજપના દિગ્ગજ નેતાઓ ઉભા હતા. તે દરમિયાન આ ઝઘડો થતા ભારે ચર્ચા થઈ હતી. આ સમગ્ર મામલાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. મુખ્યપ્રધાનના આગમન પહેલાં જ એ દિગ્ગજ ભાજપના નેતાઓ વચ્ચ ગજગ્રાહ સર્જાતા ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
મુખ્યપ્રધાનના આજના રોડ શોમાં વિજય રૂપાણી ઉપસ્થિત ન રહ્યાં
આજે જ્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો પહેલો રોડ શો રાજકોટ શહેરમાં યોજાયો હતો. તેમાં ઉડીને આંખે વળગે તેવી વાત એ હતી કે, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ રોડ શોમાં (BJP Road Show in Rajkot 2021) જોડાયા નહોતાં. મુખ્યપ્રધાન પદ ગયા બાદ વિજય રૂપાણી રાજકોટમાં જ સીમિત રહ્યા છે. પરંતુ તે દરમિયાન પણ રાજકોટના સંગઠનમાં જૂથવાદ દેખાઈ આવ્યો હતો. દિપાવલીના રાજકોટ શહેરના સ્નેહમિલન કાર્યક્રમમાં વિજય રૂપાણી અને સાંસદ રામ મોકરિયા વચ્ચે તુતુ-મેમે જોવા મળી હતી. ત્યાર બાદ યોજાયેલા ભાજપ પ્રદેશ પ્રમુખના રાજકોટ પ્રવાસમાં પણ વિજય રૂપાણી (Vijay Rupani retaliation) એકેય કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતાં.