ફાયરિંગના કારણે રાજેશ સખીયાએ કાર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર રોડની નીચે ઉતરી ગઇ હતી. તેમજ ઘટનામાં કોઇ ઇજા થઇ ન હતી. રાજેશ સખીયાએ કહ્યું હતું કે, રવિવારે રાત્રે 12:15 વાગ્યા આસપાસ હું ગોંડલથી કાર લઇને નાગડકા ગામ જવા નિકળ્યો અને ગામ નજીક પહોંચ્યો હતો ત્યારે બે શખ્સો બાઇકમાં ધસી આવ્યા હતા અને મારી કાર પર હુમલો કરતાં હું હેબતાઇ ગયો હતો આથી કાર રોડની નીચે ઉતરી ગઇ હતી.
રાજકોટના ગોંડલમાં કોંગ્રેસના આગેવાનની ગાડી પર હુમલો
રાજકોટઃ લોકસભા ચૂંટણીના મતદાનને એક દિવસ બાકી છે ત્યારે ગોંડલ શહેરમાં કોંગ્રેસના આગેવાન રાજેશ સખીયાની ગાડી પર ઉમલો કરવામાં આવ્યો હતો. એક સપ્તાહ પૂર્વે 113 મતદાન મથક સંવેદનશીલ જાહેર કરવા હાઇકોર્ટમાં અરજી કરનારા કોંગ્રેસના અગ્રણી અને પાટીદાર સમાજના આગેવાન રાજેશ સખીયાની ગાડી પર ગોંડલ નજીક નાગડકા ગામ પાસે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું.
રાજેશ સખીયાએ એમ પણ કહ્યું હતું કે, પાણો માર્યો કે ફાયરિંગ થયું તે અંગે મને ચોક્કસ ખ્યાલ નથી પરંતુ ધડાકો થયો હતો અને ડ્રાઇવર સાઇડનો પાછળનો કાચ તૂટી ગયો હતો આ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાય હતી. તેમજ રાજેશ સખીયા પર જે સમયે હુમલામાં તેમની કારના કાચ ફૂટી ગયા હતા. જેના આધારે પોલીસે હુમલા દરમિયાન ફાયરિંગ થયું છે કે કેમ તે અંગે FSLની મદદ લેવામાં આવી હતી. જો કે FSL રિપોર્ટમાં કોંગી આગેવાન પર પથ્થર વડે હુમલો કરાયાનું સામે આવ્યું હતું. રાજેશ સખીયા હુમલા બાદ ગભરાઈને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. જ્યારે પોલીસ દ્વારા આ અજાણ્યા ઈસમો કોણ છે જેની તપાસ કરતા સામે આવ્યું હતું કે રાજેશ સખીયા સાથે નાગડકા ગામે બે દિવસ અગાઉ 2 ઈસમો સાથે માથાકુટ થઈ હતી. જેને લઈને આ ઈસમો દ્વારા રાજેશ સખીયા પર હુમલો કરાયો હતો.