- રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
- ક્રાઈમ બ્રાન્ચની ટીમે વધુ એક બોગસ ડૉક્ટરની કરી ધરપકડ
- આરોપી પાસેથી 6,300નો મુદ્દામાલ જપ્ત
રાજકોટઃ જિલ્લા સહિત આસપાસના ગામોમાં કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વિના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઈસમો ઝડપવાની ઘટનામાં વધારો થયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મંગળવારે આવા જ એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી પાસે કોઈ પ્રકારની મેડિકલ ડિગ્રી નહોતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બોગસ ડૉક્ટરે ખોલ્યું હતું નેવિલ ક્લિનિક
ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે શહેરના મહિકા મેઈન રોડ માનસરોવર સોસાયટીમાં આવેલી શાળા નંબર 96 સામે નેવિલ ક્લિનિકમાંથી બોગસ ડૉક્ટરની ધરપકડ કરી છે. આ બોગસ ડૉક્ટરની ઓળખ લલિત લાલદાસ દેસાણી નામથી થઇ છે.
ક્રાઇમ બ્રાન્ચે ક્લિનિકમાંથી દવાઓ કરી જપ્ત
ક્રાઇમબ્રાન્ચે બોગસ ડૉક્ટરની ધરપકડ કરી ક્લિનિકમાંથી વિવિધ જાતની એલોપેથી દવાઓ, મેડિકલમાં ઉપયોગમાં લેવાતા સાધનો સહિત અંદાજે રૂપિયા 6,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ બોગસ ડૉક્ટર વિરુદ્ધ IPC કલમ 419 થતા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બોગસ ડૉક્ટરના અન્ય સમાચાર