રાજકોટ મનપાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 9 ઉમેદવારના નામ જાહેર કર્યા - રાજકોટ
રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકોટમાં ભાજપ-કોંગ્રેસ સાથે હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે. જેને લઈને મનપાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.
રાજકોટ મનપાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 9 ઉમેદવાર નામ જાહેર કર્યા
રાજકોટઃ આગામી દિવસોમાં રાજકોટ સહિત રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકોટમાં ભાજપ-કોંગ્રેસ સાથે હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે. જેને લઈને મનપાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ માટે નવ ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજભા ઝાલા સહિત 9 ઉમેદવારોનો પ્રથમ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
- મનપાની ચૂંટણી માટે 9 ઉમેદવારોની યાદી
- વોર્ડ નંબર-2 શહેર પ્રમુખ રાજભા ઝાલા
- વોર્ડ નંબર-8 શિવલાલ બારસિયા
- વોર્ડ નંબર-3 દુર્ગેશ જી ઢાંક
- વોર્ડ નંબર-4 રાહુલભાઈ જે ભુવા
- વોર્ડ નંબર-4 અલકાબેન એન ડાંગર
- વોર્ડ નંબર-7 પરેશભાઈ શીંગલા
- વોર્ડ નંબર-14 ભાવેશભાઈ બી. પટેલ
- વોર્ડ નંબર-17 રેખાબેન એન ભંડેરી
- વોર્ડ નંબર-17 રાકેશભાઈ બી સોરઠીયા