- કોરોના દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડવા સૌરાષ્ટ્રની સૌપ્રથમ વેબસાઈટ બનાવી
- www.brightoxyhelp.com વેબસાઈટ પર એપ્લાય કરીને ફ્રીમાં ઓક્સિજન મેળવી શકાશે
- ડો. શિવાંગી દ્વારા દુબઇથી 520 જેટલા ઓક્સિજન સિલિન્ડર મંગવામાં આવ્યા
રાજકોટઃ કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે, રાજકોટના ડો. શિવાંગી માંડવીયા અને તેમના ભાઇ જય સહિતના અન્ય મિત્રોની મદદ વડે કોરોના દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડવા સૌરાષ્ટ્રની સૌપ્રથમ વેબસાઈટ www.brightoxyhelp.com બનાવી છે. જે વેબસાઈટ પરથી જરૂરિયાત મંદ લોકોને ઓક્સિજન સિલિન્ડર નિઃશુલ્ક મળશે. આ માટે દુબઇથી 520 જેટલા ઓક્સિજન સિલિન્ડર મંગવામાં આવ્યા હતા. જે હાલ, રાજકોટ આવી પહોંચતા આ સેવા શરૂ કરવામાં આવી છે. જ્યારે, રાજકોટમાં હવે ઓક્સિજન સિલિન્ડર માટે દર્દીઓના સગાઓને લાઈનમાં ઉભું રહેવું પડશે નહિ. માત્ર વેબસાઈટ પર એપ્લાય કર્યા બાદ આ ઓક્સિજન સિલિન્ડર તેમને ઘરે બેઠા મળી જશે.
રાજકોટમાં ઓક્સિજન સિલિન્ડર નિઃશુલ્ક મેળવવા માટે વેબસાઈટ શરૂ કરાઈ આ પણ વાંચો:રાજકોટમાં 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 67 દર્દીઓના મોત
સ્વખર્ચે દુબઈથી ઓક્સિજન સિલિન્ડર ઇમ્પોર્ટ કર્યા
રાજકોટના ડો. શિવાંગી અને જય માંડવીયા બન્ને ભાઈ બહેને કોરોનાની મહામારીમાં ઓક્સિજનની લોકીને ખૂબ જ જરૂરિયાત પડી રહી હોય તે માટે દુબઈ ખાતેથી ઓક્સિજન સિલિન્ડર મંગાવ્યા હતા. જે દરમિયાન, ઓક્સિજનની 520 જેટલી બોલતો રાજકોટ ખાતે આવી પહોંચતા હવે રાજકોટમાં જરૂરિયાતમંદ દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર ઘરે બેઠા મળી જાય તે માટે વેબસાઈટ શરૂ કરી છે. આ સેવામાં ડો. શિવાંગી અને તેમના ભાઈ જય સાથે કમલેશ ગણાત્રા અને તેમના મિત્રો આ સેવામાં જોડાયા હતા.
રાજકોટમાં ઓક્સિજન સિલિન્ડર નિઃશુલ્ક મેળવવા માટે વેબસાઈટ શરૂ કરાઈ આ પણ વાંચો:રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને નર્સિંગ સ્ટાફ જમવામાં કરે છે મદદ
ઓક્સિજન માટે સૌરાષ્ટ્રની સૌપ્રથમ વેબસાઈટ શરૂ કરી
રાજકોટ સહિત સમગ્ર દેશમાં કોવિડના દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને ઓક્સિજન સિલિન્ડરની ખૂબ જ જરૂરિયાત રહેતી હતી. જ્યારે, રાજકોટમાં દર્દીઓના સગા 2-2 દિવસ સુધી ઓક્સિજન સિલિન્ડર માટે લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટના નિહાળ્યા બાદ ડો. શિવાંગી અને તેમના મિત્રોએ નક્કી કર્યું કે આ કરોના કાળમાં લોકોની મદદ કરવી જોઈએ. જેને લઈને તેમને ઓક્સિજન સિલિન્ડર દુબઈ ખાતેથી મંગાવ્યા અને રાજકોટમાં લોકોને આસાનીથી ઓક્સિજન સિલિન્ડર મળે તે માટે આખી વ્યવસ્થા ઉભી કરી છે.