રાજકોટઃ રાજકોટમાં ભારે વરસાદ એટલે કે, ચોમાસાની ઋતુ બાદ શહેરનાં ઘણા બધા વિસ્તારોમાં રસ્તાઓ પર હજુ પણ સમારકામ કરવામાં આવ્યું નથી, ત્યારે હજુ પણ મોટાભાગના રસ્તાઓ પર ગાબડાં અને ખાડાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે આજે રાજકોટના અંબિકા ટાઉનશિપના સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ (Unique protests by locals) નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ અહીંયા ખાડાની પુજા (Unique Worship Of Khadadev) કરી હતી અને મહાનગરપાલિકા (municipal corporation rajkot) તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ચોમાસા બાદ અંબિકા ટાઉનશીપ સહિત 10થી વધુ સોસાયટીમાં હજુ પણ રોડ રસ્તા ઉપર મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે, ત્યારે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચોમાસુ પૂર્ણ થયાનો ઘણો સમય થયો છતાં પણ કોર્પોરેશ દ્વારા ખાડા મામલે યોગ્ય કાર્યવાહી કરાઈ નથી.
મનપા વોર્ડ નંબર 11માં યોજાયો અનોખો વિરોધ
વોર્ડ નંબર 11માં આવેલી અંબિકા ટાઉનશીપમાં ચોમાસા બાદ કોર્પોરેશન દ્વારા રોડ રસ્તાઓનું સમારકામ કર્યું નથી તેવો આક્ષેપ કરી સ્થાનિકો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે અંબીકા ટાઉનશીપના વિસ્તાર વાસીઓએ આ મોટા મોટા ખાડાઓના કારણે અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ તેને લઈને આ અનોખુ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ હોવાનું સ્થાનિક આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે છેલ્લા ઘણા સમયથી વિસ્તાર વાસીઓ રોડ રસ્તા પર ભારે ખાડાઓનો સામનો કરી રહ્યા છે.
નવા ભળેલા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ