ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં ભાજપના નવા ચૂંટાયેલા 68 નગરસેવકોના માર્ગદર્શન માટે બેઠક યોજાઇ - Rajkot Daily News

મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 72માંથી 68 સીટો મેળવીને જંગી વિજય મેળવ્યો છે. ત્યારે ભાજપના ચૂંટાયેલા નવા 68 નગરસેવકોના માર્ગદર્શન માટે એક બેઠક યોજાઇ હતી. જેમાં નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પ્રજાના કામ કઈ રીતે કરવા, મહાનગરપાલિકામાં હાજરી તેમજ જાહેર જીવનની મર્યાદાનું પાલન કરવા સહિતના પાઠ ભણાવવામાં આવ્યા હતા.

રાજકોટમાં ભાજપના નવા ચૂંટાયેલા 68 નગરસેવકોના માર્ગદર્શન માટે બેઠક યોજાઇ
રાજકોટમાં ભાજપના નવા ચૂંટાયેલા 68 નગરસેવકોના માર્ગદર્શન માટે બેઠક યોજાઇ

By

Published : Feb 26, 2021, 12:29 PM IST

  • રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપે 72માંથી 68 સીટો મેળવી
  • નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પૈકી મોટાભાગના યુવાનો
  • આ જ રીતે અન્ય મ.ન.પા.ના જીતેલા ઉમેદવારોને પણ પાઠ ભણાવાશે

    રાજકોટ: મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 72માંથી 68 સીટો મેળવીને જંગી વિજય મેળવ્યો છે. ત્યારે ભાજપના ચૂંટાયેલા નવા 68 નગરસેવકોના માર્ગદર્શન માટે એક બેઠક યોજાઇ હતી. જેમાં નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પ્રજાના કામ કઈ રીતે કરવા, મહાનગરપાલિકામાં હાજરી તેમજ જાહેર જીવનની મર્યાદાનું પાલન કરવા સહિતના પાઠ ભણાવવામાં આવ્યા હતા.
    રાજકોટમાં ભાજપના નવા ચૂંટાયેલા 68 નગરસેવકોના માર્ગદર્શન માટે બેઠક યોજાઇ


    સિનિયર નેતાઓએ આપ્યું માર્ગદર્શન

    આ બેઠકમાં મ્યુ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તેમજ ઉદય કાનગડ સહિતના સિનિયર નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, રાજકોટ મ.ન.પા.માં 72માંથી 68 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જેમાંથી મોટાભાગના કોર્પોરેટરો પ્રથમ વખત કોર્પોરેટર બન્યા છે. સાથે જ મોટાભાગના વિજેતા ઉમેદવારો યુવાન વયનાં છે.

ABOUT THE AUTHOR

...view details