રાજકોટ જિલ્લામાં 70 ટકા વાવણી પૂર્ણ, ખેડૂતોમાં ખુશીની લહેર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદને કારણે ખેડુતોએ વાવણી શરૂ કરી છે. રાજકોટ જીલ્લામાં 70 ટકા જેટલા વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 87961 હેકટરમાં વાવણી કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં 70 ટકા વાવણી પૂર્ણ
By
Published : Jun 22, 2021, 9:11 PM IST
રાજકોટ જિલ્લામાં મોટાભાગે મગફળી અને કપાસનું કરવામાં આવ્યું વાવેતર
રાજકોટ જિલ્લામાં 52,620 હેકટરમાં મગફળીની વાવણી કરાઈ
કપાસનું આગોતરું વાવેતર ન કરતા ગુલાબી ઈયળનો ખતરો પણ આ વર્ષે ઓછો રહશે
રાજકોટ જિલ્લામાં કપાસની 33,575 હેકટરમાં વાવણી
રાજકોટ:જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી છે. ત્યારે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સારા વરસાદને લઈને વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં 87961 હેકટરમાં વાવણી કરવામાં આવી છે. રાજકોટ હાલ 70 ટકા વાવણી કરવામાં આવી છે. જેમાં, મગફળી અને કપાસનું વાવેતર વધુ પ્રમાણમાં કરવામાં આવ્યું છે.
રાજકોટમાં ખરીફ પાકનું મબલક વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં હાલ 70 ટકા વાવેતર પૂર્ણ કરી નાખવામાં આવ્યું છે. ત્યારે, આગામી 7 દિવસમાં મોટાભાગનું વાવણી કામ પૂર્ણ કરી નાખવામાં આવશે. આ સાથે જ આ વર્ષે ગત વર્ષ કરતા સોયાબીનું વાવેતર વધુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, કપાસમાં ગુલાબી ઈયળનો ખતરો ઓછો રહેશે. ખેડૂતોએ ધરતીમાતાનું પૂજન કરી ભીમ અગિયારસે વાવણીનું મુહૂર્ત કર્યું હતું. ખેડૂતોએ દર વર્ષની જેમ આ વર્ષે વધુ રાહ જોવાનો વારો આવ્યો નથી. 19 જૂન સુધીમાં સૌથી વધુ મગફળીનું 52,620 હેક્ટરમાં અને કપાસ 33575 હેક્ટર વાવેતર થયું છે. સૌરાષ્ટ્રમાં મુખ્ય 2 પાક કપાસ અને મગફળી છે. જોકે, આ વર્ષે કેટલાક ખેડૂતો સોયાબીન તરફ પણ વળ્યા છે. રાજકોટ જિલ્લામાં 150 હેક્ટરથી વધુ વિસ્તારમાં સોયાબીનનું વાવેતર થઈ ચૂક્યું છે અને વાવેતર વિસ્તાર હજુ વધવાની શક્યતા છે.