ગુજરાત

gujarat

રાજકોટમાં મેડીકલના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને કોરોનાના દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયા

By

Published : Sep 23, 2020, 8:47 AM IST

કોરોના મહામારીના કાળમાં વિશ્વભરના તબીબો પોતાની ફરજ પરાયણતાપૂર્વક નિભાવી રહ્યા છે અને ખાસ કરીને આ સારવાર દરમિયાન ફરજનિષ્ઠ તબીબો કોરોના સંક્રમિત ન બને તથા અન્યોમાં સંક્રમણ ફેલાતા અટકે અને વર્તમાન સમયે તેઓ કોવિડ 19 ખાતે દાખલ થતા દર્દીઓની શ્રેષ્ઠ સેવા બજાવે તે માટે પી.ડી.યું મેડીકલ કોલેજના 555 જેટલા અંતિમ વર્ષના મેડીકલ સ્ટુડન્ટસને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.

મેડીકલના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ
મેડીકલના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ

રાજકોટ: પી.ડી.યુ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને હાલ કોરોના મહામારીમાં કોવિડ -19 હોસ્પિટલમાં નોડલ ઓફીસ તરીકે ફરજ બજાવતા ડો. ગોપી મકવાણા આ અંગે વધુ માહિતી આપતા જણાવે છે કે કોવિડ 19ના આ સંકમણના સમયે કોલેજના ફાઇનલ વર્ષના તબીબી ક્ષેત્રે અભ્યાસરત વિદ્યાર્થીઓને કોરોના સંકમિત દર્દીઓની સારવાર માટે તાલીમ આપવામાં આવી છે.


આ તાલીમમાં તેઓને કોરોના દર્દીઓની સારવાર વખતે સાવચેતી બાબતોથી અવગત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને તેઓને પોતાના સેનીટાઇઝેશન, માસ્ક અને ગ્લોવઝ પહેરવા માટેની વિશિષ્ટ પધ્ધતી સાથે PPE કીટ પહેરવાની તથા ફરજ બાદ તેના નીકાલ બાબતની વિશિષ્ટ તાલીમ આપવામાં આવી છે. આ તાલીમ દ્વારા તેઓને કોરોના સંક્રમણના ડરથી મુકત કરવા ઉપરાંત કોરોના દર્દીઓની સારવાર માટે વોલીયન્ટરી સહયોગી બનવા તૈયાર કરાયા છે.


ડો. મુકેશ સામાણી કે જેઓ પી.ડી.યુ મેડીકલ કાલેજના માનસીક વિભાગના વડા અને હાલ ઇન્ચાર્જ ડિન તરીકે ફરજ બજાવે છે તેઓએ આ તાલીમનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું ,કે આ તાલીમ દ્વારા અંતિમ વર્ષના તબીબી ક્ષેત્રના સ્ટુડન્ટને કોરોના જેવી મહામારીમાં કાર્ય કરવાનો અનુભવ પ્રદાન કરવાનો છે, જેથી આ અનુભવ તેઓને ભવિષ્યનું ભાથું બની રહે. આ સાથે વર્તમાન સમયમાં કોરોના મહામારીમાં કોરોના સંક્રમિત દર્દીઓના ધસારાને ધ્યાને લઇને તમામ દર્દીઓને ત્વરીત તથા સધન સારવાર આપી કોરોના મુકત બનાવી શકાય છે. આખરે આ તબીબોએ આવનારા ભવિષ્યના સમયમાં આરોગ્યલક્ષી સેવાઓમાં કાર્યરત બનનાર છે. તેઓને તાલીમ સાથે કોરોના સંક્રમણના મુશ્કેલ સમયમાં સૌ આરોગ્ય કર્મીઓ એક ટીમવર્કથી કાર્ય કરે અને રાજય તથા દેશને કોરોના મુક્ત બનાવવામાં સહયોગી બને તે માટે તૈયાર કરવાનો છે.


રાજય સરકાર અને આરોગ્ય કર્મીઓ સાથે આરોગ્ય ક્ષેત્રના આ તરવરીયા યુવા તબીબોની ટીમ પણ ખભેખભા મીલાવી કોરોનાને હરાવવા કટીબધ્ધ બની છે.

ABOUT THE AUTHOR

...view details