રાજકોટઃ ગોંડલ નેશનલ હાઇવે પર આજે 5 કિલોમીટર સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયાં હતાં. અહીં છેલ્લાં કેટલાક સમયથી રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેને લઈને રસ્તા પર ટ્રાફિક જામ સર્જાતો રહે છે. પરંતુ આજે 5 કિલોમીટર સુધી વાહનોની કતાર જોવા મળી હતી.
રાજકોટ ગોંડલ હાઇવે પર 5 કિમી ટ્રાફિક જામ સર્જાયો
હાલમાં કોરોના મહામારીને લઇને લોકો સામાન્યત ઘરબહાર ઓછા નીકળી રહ્યાં છે. તેવા દાવાઓ વચ્ચે માર્ગો પર પહેલાંની જમ જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે. રાજકોટ ગોંડલ હાઈવે પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યોએ જાણે સાબિતી પૂરી પાડી છે કે બધું એકદમ નોર્મલ થઈ ગયું છે અને કોરોના સંક્રમણથી સાવચેતી રાખતાં લોકો માર્ગો પર નહીં નીકળે તેવું બનશે નહીં. આ માર્ગ પર 5 કિલોમીટર જેવો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.
રાજકોટ- ગોંડલ હાઇવે પર 5 કિમી ટ્રાફિક જામ સર્જાયો
જેને લઈને રાજકોટથી ગોંડલ અને ગોંડલથી રાજકોટ તરફ આવતા વાહનચાલકોમાં ટ્રાફિકને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. જ્યારે પોલીસે પણ ઘટનાસ્થળે આવીને સમગ્ર મામલો સંભાળ્યો હતો.