રાજકોટઃ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેને લઈને રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા અનેક કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી રાજકોટમાં માત્ર જંગલેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમા જ કોરોનાના કેસ જોવા મળતા હતા પરંતુ હવે શહેરના ઘણા બધા વિસ્તારમાં લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે.
અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસની વાત કરીએ તો, શહેરમાં 101 અને ગ્રામ્ય વિસ્તારમાં 48 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ આંક 149 પર પહોંચ્યો છે. જ્યારે કોરોનાના કારણે અત્યારસુધીમાં પાંચ લોકોના મોત થયા છે. આ સાથે જ દિન પ્રતિદિન કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં મોટાભાગના લોકો અમદાવાદ કે અન્ય જિલ્લાના ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે.