- રાજ્યમાં સ્કૂલ સેફ્ટી અન્વયે ફાયર સેફટી મેળવવી જરૂરી
- ઓકટોબર સુધીમાં રાજકોટની 350 જેટલી શાળાઓએ ફાયર NOC મેળવી
- 400 જેટલી શાળાઓએ ફાયર NOC બાબતે અરજી કરી
રાજકોટ: રાજ્યમાં સ્કૂલ સેફ્ટી અન્વયે ફાયર સેફટી મેળવવી જરૂરી છે. ત્યારે ઓકટોબર સુધીમાં રાજકોટની 350 જેટલી શાળાઓએ ફાયર NOC મેળવી હતી. હાલમાં વધુ 296 જેટલી શાળાઓએ ફાયર NOC મેળવી છે તેમજ 400 જેટલી શાળાઓએ ફાયર NOC બાબતે અરજી કરી છે. જ્યારે 300થી વધુ શાળાઓએ ફાયર NOC બાબતે કોઈ અરજી કરી નથી. ત્યારે બાળકોના હિતમાં આવી શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ કાયદાનું ભાન કરાવવું જરૂરી છે.
આ પણ વાંચો:અંબાજીમાં બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી શાળામાં ફાયર સેફટીનો અભાવ