ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના 170 ઈન્ટર્ન ડોક્ટર વિવિધ માગણીઓ સાથે હડતાળમાં જોડાયાં

રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલો તેમ જ મેડીકલ કોલેજોમાં ફરજ બજાવતા ઈન્ટર્ન ડોક્ટર આજે હડતાળ પર છે. જેને રાજકોટના 170 જેટલા ડોકટરોએ સમર્થન જાહેર કર્યું છે. ડોક્ટરોની મુખ્ય માગ છે કે તેમને આપવામાં આવતા સ્ટાઇપેન્ડમાં વધારો કરાય અને કોરોના દરમિયાન તેમણે કરેલી ડ્યુટીનું વધારાનું વેતન તાત્કાલિક આપવામાં આવે.

રાજકોટના 170 ઈન્ટર્ન ડોક્ટર વિવિધ માગણીઓ સાથે હડતાળમાં જોડાયાં
રાજકોટના 170 ઈન્ટર્ન ડોક્ટર વિવિધ માગણીઓ સાથે હડતાળમાં જોડાયાં

By

Published : Dec 14, 2020, 1:46 PM IST

  • રાજકોટના 170 ઈન્ટર્ન ડોક્ટર વિવિધ માગણીઓ સાથે હડતાળમાં જોડાયાં
  • હાલ અપાય છે 13,000 સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે
  • કોરોનાકાળમાં બજાવેલી ફરજનું મહેનતાણું આપવા માગ
  • સ્ટાઇપેન્ડ રૂ.20 હજાર કરવાની ડોક્ટરની માગ

    રાજકોટઃ મુખ્યત્વે સરકારી મેડીકલ કોલેજ તેમ જ સિવિલ હોસ્પિટલમાં MBBS પૂર્ણ કર્યા બાદ રાજ્યની જે તે હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે સેવા આપતા ડોકટરને હાલ રૂ.13 હજાર સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. તેને વધારીને રૂ.20 હજાર કરવામાં આવે. તેમ જ કોરોના મહામારી દરમિયાન ઈન્ટર્ન ડોકટર દ્વારા બજાવેલી સેવાનું પણ વેતન અંગેની પણ માગણીઓ સાતગે હડતાળમાં જોડાયાં છે.
    સ્ટાઇપેન્ડ રૂ.20 હજાર કરવાની ડોક્ટરની માગ


  • અગાઉ રજૂઆત છતાં યોગ્ય નિર્ણય ન આવતાં હડતાળ

    હડતાળ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરોએ જણાવ્યું હતું કે અમે આ અંગે આરોગ્યપ્રધાન નીતિન પટેલને તેમ જ અગ્ર આરોગ્ય સચિવ જયંતી રવિને પણ બે વખત રૂબરૂ રજૂઆત કરી છે છતાં કોઈ યોગ્ય નિર્ણય લેવામા ન આવતાં અમારે હડતાળના માર્ગે જવું પડી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details