- બીજી લહેરમાં આરોગ્ય કર્મચારીઓની કામગીરી વધી
- 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ પોતાના વિક ઓફ પણ નથી લઈ રહ્યા
- એમ્બ્યુલન્સના કર્મચારીઓ દિવસ-રાત માત્ર દર્દીઓની સેવામાં લાગ્યા
રાજકોટઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતાંની સાથે જ આરોગ્ય કર્મચારીઓની કામગીરીમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ રાજકોટમાં 6 જેટલી નવી 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. હાલ રાજકોટ શહેર અને જિલ્લામાં મળીને કુલ-31 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાં કુલ-130થી વધુનો સ્ટાફ દિવસ-રાત કામગીરી બજાવી રહ્યો છે. જ્યારે આ 108 એમ્બ્યુલન્સના પાઇલોટે હજુ સુધી એક પણ રજા ન લીધી હોય તેવી ઘટના રાજકોટમાં સામે આવી છે. જ્યારે કોરોના મહામારી દરમિયાન આ કર્મચારીઓ પોતાનો વિક ઓફ પણ નથી લઈ રહ્યા અને દિવસ-રાત માત્ર દર્દીઓની સેવામાં લાગ્યા છે.
આ પણ વાંચો:રાજકોટમાં કોરોના બેકાબૂ, રસ્તા પર દર 4 મિનિટે જોવા મળે છે એમ્બ્યુલન્સ
એક 108 એમ્બ્યુલન્સ એવરેજ 17 કેસ કરે છે અટેન
રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ વકર્યા બાદ સૌથી વધુ કામગીરી જો વધી હોય તો તે આરોગ્ય કર્મચારીઓની છે. એમ પણ રાજકોટમાં દરરોજ કોરોનાના 300 કરતા વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. આ કોરોના પોઝિટિવ કેસમાં મોટાભાગના કેસ તો એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે ત્યારે રાજકોટમાં કુલ-31 જેટલી 108 એમ્બ્યુલન્સ છે. જેમાં 130થી વધુનો સ્ટાફ છે. આ તમામ કર્મચારીઓ દિવસ-રાત એક કરીને બને એટલા વહેલા દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડી રહ્યા છે. 1 એમ્બ્યુલન્સ ઓછામાં ઓછા 17 જેટલા એવરેજ કેસ અટેન કરે છે.