ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં Seva Setuમાં ડરાવે તેવા દ્રશ્યો સર્જાયાં, ભીડનો પાર નહીં ને Corona Guidelinesનું તદ્દન ઉલ્લંધન

જૂનાગઢ કોર્પોરેશનના સેવા સેતુ (Seva Setu) કાર્યક્રમમાં અરજદારો અને સરકારી અને ખાનગી કંપનીના કર્મચારીઓ અરજદારોને વિવિધ સેવાઓ પુરી પાડવા માટે હાજર રહ્યાં હતાં. આ દરમ્યાન કોરોના સંક્રમણને લઈને ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો જોવા મળ્યાં હતાં. કાર્યક્રમમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના નિયમોના છડેચોક ધજાગરાં (Violation of Corona guidelines ) ઉડ્યાં હતાં.

જૂનાગઢમાં Seva Setuમાં  ડરાવે તેવા દ્રશ્યો સર્જાયાં, ભીડનો પાર નહીં ને Corona Guidelinesનું તદ્દન ઉલ્લંધન
જૂનાગઢમાં Seva Setuમાં ડરાવે તેવા દ્રશ્યો સર્જાયાં, ભીડનો પાર નહીં ને Corona Guidelinesનું તદ્દન ઉલ્લંધન

By

Published : Oct 22, 2021, 4:01 PM IST

  • જૂનાગઢમાં યોજાયો મહાનગરપાલિકા વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ
  • અરજદારો અને કર્મચારીઓ જોવા મળ્યા માસ્ક અને સામાજિક અંતર વગર
  • સરકારી કાર્યક્રમમાં જ સરકારના દિશાનિર્દેશોનો થયો ખુલ્લેઆમ ભંગ

જૂનાગઢઃ કોર્પોરેશન વિસ્તારમાં આજે સેવા સેતુ (Seva Setu) કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને જે દિશાનિર્દેશો જાહેર કર્યા છે તેનો ખુલ્લેઆમ ભંગ (Violation of Corona guidelines ) થતો જોવા મળ્યો હતો. સેવાસેતુમાં આવેલા પ્રત્યેક અરજદાર અને કાર્યક્રમમાં વિવિધ સરકારી અને કેટલીક ખાનગી સેવાઓ પૂરી પાડવા માટે આવેલા કર્મચારીઓ માસ્ક વગર અને સામાજિક અંતરના નિયમનો ખુલ્લેઆમ ભંગ કરતાં દ્રશ્યો ખૂબ જ ચિંતા ઉપજાવે તેવા છે. કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે આવી પરિસ્થિતિમાં લોકોની બેદરકારી ફરી એક વખત કોરોનાને મોકળું મેદાન આપે તેવી ચિંતાઓ નકારી શકાય તેમ નથી.

ગાઈડલાઈનનું પાલન કરાવવામાં તદ્દન નિષ્કાળજીભર્યું વલણ

ગાઈડલાઇન્સના નિયમનો કર્યો ખુલ્લેઆમ ભંગ

સેવાસેતુ (Seva Setu) કાર્યક્રમમાં આવેલા અરજદારો અને સરકારી તેમ જ કેટલીક ખાનગી કંપનીના કર્મચારીઓ જાણે કે બિન્દાસ બન્યાં હોય તેવા ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો જોવા મળ્યાં હતાં. સેવા સેતુમાં આવેલા મોટાભાગના અરજદારો અને કર્મચારીઓ એકલદોકલ વ્યક્તિને બાદ કરતા કોઈ પણ વ્યક્તિના મોં પર માસ્ક જોવા મળતું ન હતું સાથે સાથે સામાજિક અંતરનો પણ (Violation of Corona guidelines ) કચ્ચરઘાણ વાળી દીધો હોય એવા દ્રશ્યો જોવા મળતા હતાં. દિવાળીનો તહેવાર છે કોરોનાનું સંક્રમણ હજુ સંપૂર્ણપણે દૂર થયું નથી. આવી પરિસ્થિતિમાં અરજદારો અને સરકારી કંપનીઓના કર્મચારીઓની નિષ્કાળજી ફરી એક વખત જાણે સંક્રમણને ફેલાવવા માટે ખુલ્લેઆમ આમંત્રણ આપતાં લાગે છે.

ભારે ભીડ છતાં કોરોના ગાઈડલાઇન્સનું પાલન નહીં

સેવા સેતુ કાર્યક્રમના સ્થળ પર જવાબદાર અધિકારીઓની જોવા મળી ગેરહાજરી

સમગ્ર મામલાને લઈને સેવા સેતુ (Seva Setu) કાર્યક્રમના જવાબદાર અધિકારી જૂનાગઢ કોર્પોરેશનના નાયબ કમિશનર જે. એન. લાખીયાનો સંપર્ક કર્યો હતો. જવાબદાર અધિકારી સેવા સેતુ કાર્યક્રમના સ્થળ પર જોવા મળતાં ન હતાં. સરકારી કાર્યક્રમમાં નિયમોનો ભંગ (Violation of Corona guidelines ) થતો રોકવા કોઇ જવાબદાર અધિકારીની હાજરી નહીં હોવાને કારણે પણ અરજદારોથી લઇને કર્મચારીઓ બિન્દાસ બની ગયા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું.

આ પણ વાંચોઃ સુરતમાં Pradhan Mantri Awas Yojana ના ઘર માટે ફોર્મ વિતરણની કામગીરી, કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ

આ પણ વાંચોઃ CMની ઓનલાઈન હાજરીમાં રાજકોટમાં યોજાયો ગણવેશ કાર્યક્રમ, કોરોના ગાઇડલાઇનના ઉડ્યા ધજાગરા

ABOUT THE AUTHOR

...view details