- ગિરનાર પર્વત પર 1 કરોડ કરતા વધુના ખર્ચે તૈયાર થયેલું જાહેર શૌચાલય
- યાત્રાધામ વિકાસ બોર્ડે પાણીની વ્યવસ્થા વગર જાહેર શૌચાલય બનાવ્યું
- પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરીને શૌચાલય શરૂ કરાશે
જૂનાગઢ :ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી લાંબો ઉડન ખટોલા રોપ-વે બનતાની સાથે જ ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના દર્શનાર્થે ખૂબ બહોળા પ્રમાણમાં યાત્રિકો અને પ્રવાસીઓ આવી રહ્યા છે. જેને ધ્યાને રાખીને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગિરનાર પર્વત પર અહીં આવતા પ્રવાસીઓ અને ભક્તો માટે જાહેર શૌચાલયનું અંદાજિત એક કરોડ કરતાં વધુની રકમના ખર્ચે તૈયાર કરાયું છે.
શૌચાલય પ્રવાસીઓ માટે વપરાશ કરી શકે તે માટે ખુલ્લુ મુકાયું નથી
આ શૌચાલયના નિર્માણ થયાને આજે એક વર્ષ કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં શૌચાલય હજુ સુધી અહીં આવતા પ્રવાસીઓ અને ભક્તો માટે વપરાશ કરી શકે તે માટે ખુલ્લુ મુકવામાં આવ્યું નથી. આ સમગ્ર ઘટનાને લઈને યાત્રાધામ વિકાસ બોર્ડના વહીવટી અધિકારી સુથાર સાથે ETV Bharatએે કરેલી વાતચીત દરમિયાન અધિકારીએ જણાવ્યું હતું કે, શૌચાલય સ્થળ પર પાણીની વૈકલ્પિક વ્યવસ્થા થયા પછી તેને ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવશે.
બે વર્ષ પૂર્વે સાડા ત્રણ હજાર કરતા વધુ ફૂટની ઊંચાઈ પર જાહેર શૌચાલય બનાવવાનો નિર્ણય
યાત્રાધામ વિકાસ બોર્ડ આજથી બે વર્ષ પૂર્વે સાડા ત્રણ હજાર કરતા વધુ ફૂટની ઊંચાઈ પર જાહેર શૌચાલય બનાવવાનો નિર્ણય કર્યો હતો. તે ખરેખર આવકારદાયક હતો. ગિરનાર પર્વત પર જાહેર શૌચાલય જેવી એક પણ વ્યવસ્થા અત્યારસુધી જોવા મળતી ન હતી. યાત્રાધામ વિકાસ બોર્ડનું કામ ખૂબ સારું હશે તેવું સૌ કોઈ માની રહ્યા હતા.
આ પણ વાંચો : લોકડાઉનમાં પણ સુલભ શૌચાલય ચાલુ રહ્યા હતા કે નહિ તેનુ ઈટીવી ભારતે કર્યું રિયાલીટી ચેક
1 કરોડ કરતા વધુની રકમ શૌચાલય પાછળ ખર્ચી