- આગામી દિવસોમાં પ્રતિ નંગ 100ને પાર કરે તેવી શક્યતા
- કોરોના કાળમાં લીલા નાળિયેરના ભાવ પહોંચ્યા સર્વોત્તમ સપાટીએ
- 10 રૂપિયામાં મળતું નારિયેળ 50એ પહોંચ્યું, 30માં મળતું નારિયેળ 80ને પાર થવાની આરે
- બીમારીના સમયમાં લીલા નાળીયેરનું પાણી સર્વોત્તમ હોવાથી માગ વધી
જૂનાગઢઃ કોરોના સંક્રમણ કાળમાં ધીરે-ધીરે લીલા નાળિયેરના ભાવ પણ વધી રહ્યા છે. ગુજરાતમાં ત્રોફા તરીકે ઓળખાતું લીલું નાળિયેર આજે બજાર ભાવને લઇને સર્વોત્તમ સપાટી પર જોવા મળી રહ્યું છે. બીમારીના સમયમાં તબીબો પ્રત્યેક દર્દીને લીલા નારિયેળના પાણીનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. ત્રોફાનુ પાણી પ્રત્યેક બીમાર વ્યક્તિ માટે ગુણકારી હોવાનું પણ સાબિત થયું છે.
આ પણ વાંચોઃકોરોનાની સાથે-સાથે ફળોના ભાવમાં પણ થયો વધારો
તબીબો લીલા નારિયેળના પાણીનું સેવન કરવાની સલાહ આપે છે
નારિયેળ પાણીનું મહત્વ બીમાર વ્યક્તિ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. ત્યારે તબીબો પણ લીલા નારિયેળના પાણીનું સેવન કરવાની સલાહ આપી રહ્યા છે. જેના કારણે માગ વધતા પુરવઠા પર વિપરિત અસરો પડી રહી છે. જેને કારણે બજાર ભાવ વધી રહ્યા હોવાનું લીલા નારિયેળના છૂટક વેપારીઓએ જણાવ્યું હતું.