- એક વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર બાદ અંબાજી મંદિરના મહંતે કર્યો ખુલાસો
- વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર બાદ અંબાજી મંદિરના મહંતે કર્યો ખુલાસો
- મંદિરનો વહિવટ સરકાર હસ્તક મૂકવો જોઈએ એવા સમાચારને લઈને મહંતે કર્યો ખુલાસો
- વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર બાદ અંબાજી મંદિરના મહંતે કર્યો ખુલાસો
જૂનાગઢઃ બુધવારે વર્તમાન પત્રમાં એવા સમાચાર આવ્યા હતા કે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરમાં કેટલીક વ્યવસ્થાઓ અને સુવિધાઓનો અભાવ છે. આથી મંદિરનો તમામ વહિવટ સરકારને સોંપી દેવો જોઈએ. આને લઈને આજે અંબાજી મંદિરના મહંત તનસુખ ગિરિબાપુએ પત્રકાર પરિષદ યોજીને સમગ્ર મામલાને લઈને આવેલા સમાચારને સત્યથી વેગડા અને જુઠા ગણાવ્યા હતા.
અંબાજી મંદિરના મહંત સુખ ગિરિબાપુએ વધુમાં જણાવ્યું હતું કે, યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ આવતું તીર્થ સ્થાન અંબાજી મંદિરના રિનોવેશન સહિત અન્ય કેટલીક પાયાની સુવિધાઓ માટે રાજ્ય સરકારનું યાત્રાધામ વિકાસ બોર્ડ કામ કરી રહ્યું છે, પરંતુ આટલી ઊંચાઈ પર કામ ધીરે થઈ રહ્યું છે. આથી થોડી અગવડતા થઈ રહી છે, પરંતુ સમગ્ર મામલાને લઈને જ્યારે એક સમાચાર પત્રએ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. તેની સામે તનસુખ ગિરિ બાપુએ સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો હતો. અને આ અંગે જણાવ્યું હતું કે, આ મંદિર સરકાર હસ્તકનું નહીં પરંતુ ટ્રસ્ટ હસ્તકનું છે.