ગુજરાત

gujarat

લીલી પરિક્રમાને મંજૂરી આપવા ભવનાથના સાધુસંતોએ કર્યો અનુરોધ, મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

ગિરનાર લીલી પરિક્રમાને ( Girnar Leeli Parikrama ) લઈને જૂનાગઢ સાધુ સમાજ કોરોના guidelines ની સાથે રસીકરણના બે ડોઝ પૂર્ણ કરી દીધા હોય તેવા યાત્રિકોને સંપૂર્ણ સલામતી સાથે પરિક્રમાપથ પર જવા દેવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો છે. જેને ભવનાથ ( Bhavnath ) સાધુસમાજે યોગ્ય ગણાવ્યો છે. લીલી પરિક્રમાને લઈને તમામ દિશાનિર્દેશ સાથે સામાન્ય લોકો માટે પણ પરિક્રમાનું આયોજન કરવાની માગ પણ કરી છે.

By

Published : Oct 29, 2021, 5:02 PM IST

Published : Oct 29, 2021, 5:02 PM IST

લીલી પરિક્રમાને મંજૂરી આપવા Bhavnath ના સાધુસંતોએ કર્યો અનુરોધ, CM ને લખ્યો પત્ર
લીલી પરિક્રમાને મંજૂરી આપવા Bhavnath ના સાધુસંતોએ કર્યો અનુરોધ, CM ને લખ્યો પત્ર

  • ગિરનારની લીલી પરિક્રમાને લઈને જૂનાગઢ સાધુસમાજે પત્ર દ્વારા કરી રજૂઆત
  • કોરોના guideline ના તમામ દિશાનિર્દેશો સાથે યાત્રિકોને પ્રવેશ આપવા જણાવ્યું
  • રસીના બે ડોઝ પૂર્ણ કરેલા અને તંદુરસ્ત લોકોને પરિક્રમાની મંજૂરી આપવામાં આવે

જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમાને ( Girnar Leeli Parikrama )લઈને જૂનાગઢ જિલ્લા કલેકટર ભવનાથ ( Bhavnath ) સાધુમંડળની સાથે ઉતારા મંડળ તેમજ અન્ય સામાજિક આગેવાનો અને સરકારના અધિકારીઓ સાથેની એક સંયુક્ત બેઠક બે દિવસ પૂર્વે જૂનાગઢ કલેકટરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં આગામી ગિરનારની લીલી પરિક્રમાને લઈને નિર્ણયો કરવામાં આવ્યાં હતાં. ગત વર્ષની માફક આ વખતે પણ પરિક્રમા પ્રતિકાત્મક રીતે યોજવામાં આવે અને ચારસો લોકોની મર્યાદામાં પ્રતિકાત્મક પરિક્રમા માટે લોકોને મંજૂરી આપવામાં આવે તેવો સર્વસંમતિનો નિર્ણય કરીને સમગ્ર બેઠકની કાર્યવાહી રાજ્ય સરકાર સમક્ષ અંતિમ મંજૂરી માટે મોકલી આપવામાં આવી છે.

લીલી પરિક્રમામાં 400 લોકોને ગાઈડલાઇન્સ પાલન સાથે જવા દેવા માગણી

ભવનાથ સાધુ મંડળ કોરોના guideline ને લઈને યાત્રિકોને પ્રવેશના પક્ષમાં

ભવનાથ સાધુ મંડળ સરકાર દ્વારા જે દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે તેના સંપૂર્ણ અમલીકરણની સાથે પરિક્રમા પથ પર સામાન્ય લોકોને પણ પ્રવેશ મળે તેના પક્ષમાં સામે આવ્યા છે. બે દિવસ પૂર્વે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. આ વર્ષે કોરોના ગાઈડલાઈનની તમામ શરતોનું પાલન કરવાની સાથે બે ડોઝ પૂર્ણ કરેલા તમામ સશક્ત-તંદુરસ્ત લોકોને પ્રવેશ આપવામાં આવે તો તે ઇચ્છનીય રહેશે તે બાબતનો પત્ર સીએમ ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે.

રસીકરણના બે ડોઝ પૂર્ણ કરી દીધા હોય તેવા યાત્રિકોને સંપૂર્ણ સલામતી સાથે પરિક્રમાપથ પર જવા દેવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો

ગિરનારની લીલી પરિક્રમાને લઈને મહાદેવ ભારતીએ પોતાના મંતવ્ય રજૂ કર્યાં

પરિક્રમાને લઈને મહાદેવ ભારતીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ પત્ર દ્વારા જાણ કરી છે. આગામી પરિક્રમાને લઈને તેઓ માની રહ્યાં છે કે કોરોના ગાઈડલાઈનની તમામ શરતોનું પાલન કરવાની સાથે બે ડોઝ પૂર્ણ કરેલા તમામ સશક્ત-તંદુરસ્ત લોકો પરિક્રમા માટે આવેતો પ્રવેશ આપવામાં મંજૂરી આપવામાં આવે. આવો નિર્ણય જો રાજ્ય સરકાર કરે તો આ નિર્ણયને આવકારદાયક માનવામાં આવશે.

આ પણ વાંચોઃ ગિરનારની લીલી પરિક્રમાને લઈને બેઠક યોજાઈ

આ પણ વાંચોઃ ગિરનારની લીલી પરિક્રમાના આયોજનને લઇને ઉતારા મંડળ દ્વારા કરાઈ બેઠક

ABOUT THE AUTHOR

...view details