- આવતીકાલના દશેરાના તહેવારને લઈને જૂનાગઢના વેપારીએ શરૂ કરી પૂર્વ તૈયારીઓ
- અત્યારથી જ જલેબીનુ આંધણ મૂકીને મીઠાઈના વેપારીઓ દશેરાના તહેવારનો કરી રહ્યા છે આગાજ
- ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જલેબીના ભાવમાં 40 રૂપિયાનો થયો છે વધારો
જૂનાગઢ: આવતીકાલે દશેરાનું પાવન પર્વ છે. અસત્ય પર સત્યના વિજયની ખુશીમાં દશેરાનો તહેવાર મનાવવામાં આવે છે, ત્યારે વર્ષોથી દશેરાના તહેવારના દિવસે ગુજરાતીઓ ફાફડાં અને જલેબી ખાવાનો ક્રેઝ ખૂબ જ જોવા મળી રહ્યો છે. કેટલાક વર્ષોથી દશેરાના દિવસે ફાફડાં અને ખાસ કરીને જલેબી અને તે પણ શુદ્ધ દેશી ઘીમાંથી બનેલી હોય તેનો ખૂબ મોટો ચાહક વર્ગ ગુજરાતમાં જોવા મળે છે. આવતીકાલે 15 ઓક્ટોબરે સ્વાદના રસિકો અને શોખીનો માટે દેશી ઘીની જલેબી મેળવવા માટે કોઇ મુશ્કેલી ન પડે તેમજ જલેબી ખરીદવા માટે આવતા પ્રત્યેક ગ્રાહકને વિના વિલંબે જલેબી પૂરી પાડી શકાય તે માટે જૂનાગઢના મીઠાઈના વેપારીઓએ અત્યારથી જ જલેબીનું આંધણ મૂકી દીધું છે અને આવતીકાલના દશેરાના તહેવારને વધાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: Tamilnadu ips રસદાર જલેબીનું કર્યું tweets, પત્નીનો જવાબ 'ચટાકેદાર'