જૂનાગઢઃ જિલ્લામાં તેમજ તેના આસપાસના જિલ્લાઓમાં સતત અને ધોધમાર વરસાદને કારણે ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે, ત્યારે ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતોને નુકસાનીનું વળતર આપવાની માગ કરી છે.
ભારતીય કિસાન સંઘે ચોમાસુ પાકને થયેલા નુકસાનનું વળતર આપવા રાજ્ય સરકાર સમક્ષ કરી માગ જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ પડ્યો છે, જેને કારણે કેટલાક ગામો આજે પણ બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યાં છે. તેમજ કેટલાક ગામોના ખેતરોમાં આજે પણ પાણી ભરાયેલા છે ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતોની વહારે ભારતીય કિસાન સંઘ આવ્યું છે.
ભારતીય કિસાન સંઘે ચોમાસુ પાકને થયેલા નુકસાનનું વળતર આપવા રાજ્ય સરકાર સમક્ષ કરી માગ કિસાન સંઘે રાજ્ય સરકાર સમક્ષ જગતના તાતને વળતર આપવાની માગ કરી છે. ગત વર્ષે પણ જૂનાગઢ જિલ્લાના માંગરોળ, માળીયા, મેંદરડા, માણાવદર તેમજ ઘેડ પંથક અને પોરબંદર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પુર જેવું વાતાવરણ સર્જાયું હતું. જેને કારણે ખેડૂતોના ચોમાસુ પાક વરસાદી પાણીમાં ધોવાઇ ગયા હતા. સતત ભારે વરસાદને કારણે પારાવાર નુકસાન થયું હતું.
ત્યારે આ વર્ષે પણ આ જ વિસ્તારોમાં વધુ વરસાદને કારણે ખેતી પાક ધોવાયા છે, ત્યારે ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માગ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે.