જૂનાગઢ: આજના દિવસે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ આજના જ દિવસે લોકડાઉનના કારણે મજૂરો રોજગારી ગુમાવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 38 દિવસથી રોજગારી વગર બેઠેલા મજૂરો હવે સરકાર તેમના તરફ કૃપાદ્રષ્ટિ કરીને પરિવારના નિર્વહન માટે કોઈ મદદ કરે તેવી માગ કરી રહ્યાં છે.
કોરોના વાઇરસના હાહાકાર અને 38 દિવસના લોકડાઉનની વચ્ચે આજે સમગ્ર દેશની સાથે જૂનાગઢમાં પણ મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ કોરોનાના કારણે એક પણ કાર્યક્રમનું આયોજન કરાયું નથી. જે પ્રકારે મજૂરો પોતાને મજૂરી મળી રહે તેવી ચિંતામાં આજે ૩8 દિવસ જેટલો સમય પસાર કરી ચૂક્યા છે, ત્યારે આવા મજૂરના પરિવાર સાથે તેમનો જીવન નિર્વાહ પણ મુશ્કેલ અને વિકટ બની રહ્યો છે.