ગુજરાત

gujarat

ETV Bharat / city

માદક પદાર્થોના સેવનનો ચસ્કો સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય, જૂનાગઢ વ્યસન મુક્ત કેન્દ્રના તબીબે વ્યક્ત કરી ચિંતા

યુવાધન માદક પદાર્થના સેવનને લઈને બરબાદી તરફ આગળ વધી રહ્યું છે. પાન, માવા, તમાકું, સિગારેટ બાદ દારૂ અને હવે ડ્રગ્સના રવાડે ચડીને યુવાનો બરબાદ થઈ રહ્યા છે. જેને લઇને જૂનાગઢમાં વ્યસન મુક્તિ કેન્દ્ર (Junagadh Addiction Free Center) ચલાવતા તબીબ ડોક્ટર મનોજ વાસને (Dr. Manoj Vasan) ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, તેમની પાસે કાઉન્સેલિંગ માટે આવતાં વ્યસનીઓમાં હવે વ્યસનના પ્રકાર અને તેની ઉંમરને લઈને ખૂબ જ ચિંતાજનક પરિણામો જોવા મળી રહ્યા છે.

The doctor of Junagadh
The doctor of Junagadh

By

Published : Nov 13, 2021, 11:23 AM IST

  • જીવતરને બરબાદ કરી મૂકે તેવા માદક પદાર્થોના સેવનનો યુવાધનને લાગ્યો ચસ્કો
  • કુમળી અને નાની વયના યુવાન અને યુવતીઓ પણ વળી રહ્યા છે વ્યસનના રવાડે
  • ભારતના યુવાધનને બરબાદ કરવાનું આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાનું જૂનાગઢના તબીબનો મત

જૂનાગઢ: વર્ષો પહેલા પાન, , માવા, મસાલા, તમાકું અને ખૈની જેવું વ્યસન સામાન્ય જોવા મળતો હતું. આ વ્યસન શરીર માટે નુકસાનકારક હતું તેમ છતાં તેના ખૂબ માઠા પરિણામો જોવા મળતા ન હતા પરંતુ હવે સમય અને સંસાધનો બદલાતા યુવાધન શરાબ અને ખૂબ જ નુકસાનકારક એવા ડ્રગ્સના રવાડે વળી રહ્યા છે, જે ભારતના યુવાધનને બરબાદ કરી રહ્યું છે. જેને ખૂબ જ ચિંતાજનક ગણાવીને ભારતના યુવાધનને બરબાદ થતું અટકાવવા જૂનાગઢના તબીબે (Junagadh Addiction Free Center) ચિંતા વ્યક્ત કરી છે.

માદક પદાર્થોના સેવનનો ચસ્કો સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય

માદક પદાર્થોના સેવનનો ચસ્કો સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય

કુમળી વયના યુવાનો પણ માદક પદાર્થના સેવન કરીને જીવનને બરબાદ કરી રહ્યા છે. વર્ષ દરમિયાન 100 કરતાં વધુ વ્યસનીઓ તેમની પાસે વ્યસન મુક્ત થવા માટે આવે છે, જે પૈકીના મક્કમ મનોબળ ધરાવતા 40 ટકા કરતાં થોડા વધુ યુવાનો વ્યસનમાંથી મુક્તિ મેળવીને સફળ જીવન તરફ આગળ વધી રહ્યા છે પરંતુ યુવાનોમાં માદક પદાર્થોના સેવનનો ચસ્કો (Junagadh Addiction Free Center) ખૂબ વધી રહ્યો છે, જે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે.

માદક પદાર્થો ભારતના યુવાધનને ખોખલું બનાવી રહ્યા છે

વર્ષોથી ભારતની પ્રાચીન પરંપરા મુજબ અહીં તમાકુંની ખેતી પણ થતી જોવા મળતી ન હતી. તમાકુંની ખેતી પણ વિદેશી લોકોની દેન માનવામાં આવે છે. ભારતમાં વ્યસનની શરૂઆત વિદેશી લોકોએ કરી હશે તેવું જૂનાગઢના તબીબ મનોજ વાસન માની રહ્યા છે. આ વ્યસન પહેલાના સમયમાં ખૂબ જ આકરો પરિશ્રમ અને શારીરિક શ્રમ કરનારા લોકોમાં જોવા મળતો હતો પરંતુ સમય બદલાતા હવે આ વ્યસન ખાસ કરીને યુવાનો અને કુમળી વયના યુવક અને યુવતીઓમાં જોવા મળે છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. તમાકું, પાન, માવા, મસાલાથી આગળ વધીને યુવાધન સિગારેટ શરાબ અને હવે ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. જેને કારણે ભારતની શક્તિ સમાન યુવાધન બરબાદ થઈ રહ્યું છે. તબીબી મનોજ વાસન જણાવી રહ્યા છે કે, ભારતના યુવાધનને માદક પદાર્થોની લત લગાવીને તેને બરબાદ કરવાનું આંતરરાષ્ટ્રીય કાવતરુ પણ હોઈ શકે છે.

મહાવિદ્યાલયોમાં પણ જોવા મળી રહ્યો છે ડ્રગ્સનો કાળમુખી ચહેરો

જૂનાગઢમાં વ્યસન મુક્તિ કેન્દ્ર (Junagadh Addiction Free Center) ચલાવતા તબીબ મનોજ વાસન (Dr. Manoj Vasan) જણાવી રહ્યા છે કે, આધુનિક સમયમાં સાધન અને સંસાધનો વધી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કેટલીક મહાવિદ્યાલયોમાં માદક પદાર્થના સેવનનું વિશેષ અને ચિંતાજનક પ્રમાણ સામે આવી રહ્યું છે. સૌથી ચિંતાની વાત એ છે કે, મહાવિદ્યાલયોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને તેમાંય ખાસ કરીને યુવતીઓ પણ હવે માદક પદાર્થોનું સેવન કરવા માંડી છે, જે સભ્ય સમાજ માટે ખૂબ જ ચિંતા અને મનોમંથનનો વિષય છે. અત્યાર સુધી માદક પદાર્થના સેવનને લઈને યુવાનો મોટાભાગે જોવા મળતા હતા પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં યુવતીઓ પણ અને તેમાંય ખાસ કરીને મહાવિદ્યાલયોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ ડ્રગ્સના રવાડે ચડીને જીવનને ઝેર કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details